SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ વિરલ વિદ્વત્પ્રતિભા અને મનુષ્યપ્રતિભા જયંત કોઠારી વિદ્વાનો તો ઘણા હોય છે, પરંતુ માણસ વિદ્વાન હોય તે સાથે કોઈ જીવનધ્યેયને વરેલો હોય, કર્મઠ હોય, ધન અને કીર્તિ બન્ને પરત્વે નિઃસ્પૃહ હોય, નિરભિમાની, નમ્ર અને જિજ્ઞાસુ હોય, ધર્મી અને નીતિમાર્ગી હોય તથા દેશવત્સલ, સમાજસેવાભાવી અને મનુષ્યપ્રેમી હોય એવું જવલ્લે જ બની આવતું હોય છે. મોહનલાલ દલીચંદ દેશાઈ આવા એક વિરલ વિદ્વાન પુરુષ હતા. મોહનભાઇના ‘જૈન ગૂર્જર કવિઓ’ અને ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' જેવા આકારગ્રન્થો આપણી સામે હોવા છતાં એમની વિદ્વત્પ્રતિભાને આપણે હજુ પૂરેપૂરી ઓળખી શક્યા છીએ એવું કહેવાય એમ નથી. આ પ્રકારનાં કામો કેવો અખંડ પરિશ્રમ, કેવું સર્વસંગ્રહાત્મક (એન્સાઇક્લોપીડિક) ચિત્ત, કેવી શાસ્ત્રબુદ્ધિ ને વ્યવસ્થાસૂઝ માગે એની આપણને કલ્પના નથી ને મોહનભાઈએ તો આ મહાસાગરો એકલે હાથે ખૂંદ્યા-ખેડ્યા છે ! વળી, મોહનભાઈનાં બેચાર હજાર પાનાં થાય એટલા લખાણો તો અગ્રથસ્થ હોઈને આપણાથી ઓઝલ રહ્યા છે. એમની મનુષ્યપ્રતિભાની તો વાત જ ક્યાં કરવી ? એમના જીવનની અને વ્યક્તિત્વની અલ્પ-સ્વલ્પ રેખાઓ મેળવવા માટે પણમથામણ કરવી પડે એવું છે. ગરીબ કુટુંબમાં જન્મ : મોહનભાઈનો જન્મ રાજકોટ જિલ્લાનાં વાંકાનેર તાલુકાના લુણસર ગામે, તા.૬ એપ્રિલ, ૧૮૮૫ (વિ.સં. ૧૯૪૧ ચૈત્ર વદ ૭)ને સોમવારના રોજ, દશાશ્રીમાળી વણિક કુટુંબમાં. ધર્મે શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન. પિતાનું નામ દલીચંદ, માતાનું નામ ઊજમબા, ઘેર દુઝાણું હતું એનું ઘી વેચાય અને દલીચંદભાઈ આજુબાજુનાં ગામોમાં ચીજવસ્તુઓની ફેરી કરતા તેમાંથી કુટુંબ નિર્વાહ થતો. કુટુંબનિર્વાહના સાધન તરીકે દુઝાણું તો ઊજમબાએ દલીચંદભાઈના અવસાન પછી પણ ચાલુ રાખેલું. આ રીતે કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. મોહનભાઈ કહેતા કે હું ગરીબ કુટુંબમાં જન્મો છું અને મામાની સહાયથી જ ભણી શક્યો છું. મામા પ્રાણજીવન મોરારજી શાહ રાજકોટ સ્ટેટના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર હતા અને મોહનભાઈએ માધ્યમિક શિક્ષણ રાજકોટમાં એમને ત્યાં રહીને લીધેલું. ધર્મનિષ્ઠ, ઉદારચરિત મામા ઃ મામા પ્રાણજીવનભાઈ જૈન સમાજના અગ્રણી અને રાજકોટની પ્રજામાં અત્યંત પ્રતિષ્ઠિત. સૌ ‘ડીપોટી’ તરીકે ઓળખે. પોતે અત્યંત ધાર્મિક વૃત્તિના જૈન શાસ્ત્રોના જાણકાર અને પ્રામાણિક, સત્યનિષ્ઠ, સાદાઈભર્યા જીવનના આગ્રહી હતા. નિયમિત સામાયિક-પ્રતિક્રમણ કરે. પોતાના મહત્ત્વના આકરગ્રંથ ‘જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' (૧૯૩૩)નું અર્પણ પણ મોહનભાઈ મામાને જ કરે છે. એમાં ‘‘તેઓ મારા જ્ઞાનગુરુ છે, મારામાં જે કંઈ સાહિત્યપ્રેમ, ધર્મરુચિ, જ્ઞાન, સંસ્કાર છે તે તેમનો પ્રતાપ” એમ કહી પ્રબોધચંદ્રના નીચેના શ્લોકથી મામાને પોતાની વંદના અર્પે છે : ज्ञानदानगुरुन् वन्दे यद् वाणीदीपिकारूचा । वाङ्मये विवरे स्वैरं सिद्ध्यर्थी विचराम्यहम् ।। (જેમને કારણે સિદ્ધિની કામનાવાળો હું વાણીરૂપી દીવીના પ્રકાશથી વિસ્તૃત વાડ્મયક્ષેત્રે વિચરું છું તે મને જ્ઞાનદાન કરનાર ગુરુને હું વંદું છું.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002175
Book TitleJain Sahityano Sankshipta Itihas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherOmkar Gyanmandir Surat
Publication Year2006
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy