________________
॥ પ્રકાશકીય n
જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' મોહનલાલ દ. દેસાઈની એક અતિ મહત્ત્વની કૃતિ છે.
કનૈયાલાલ મુન્શી એ ‘સાહિત્ય સંસદ’ દ્વારા પ્રગટ થનારા સાહિત્યના ઇતિહાસ માટે જૈન સાહિત્ય વિષે લખવા શ્રી દેસાઈને જવાબદારી સોંપી.
શ્રી દેસાઈએ એ માટે લખેલ નિબંધનું કદ વધતું રહ્યું અને છેવટે અને સ્વતંત્ર ગ્રંથ તરીકે “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” એ નામે વિ. સં. ૧૯૮૯માં પ્રગટ થયો.
જૈન સાહિત્યના ઇતિહાસનો અતિ અગત્યનો આ ગ્રંથ વર્ષોથી દુર્લભ હતો તેનું પુનઃ પ્રકાશન કરતાં અમને ઘણો આનંદ થાય છે.
આનું સંપાદન પૂ. આ. ભ. શ્રી મુનિચન્દ્રસૂરિ મ.સા. એ રસપૂર્વક કર્યું છે. આ પૂર્વે શ્રી હીરાલાલા ૨. કાપડિયાના “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ' ભાગ ૧-૨-૩ પણ પૂ. આચાર્ય ભગંવતે સંપાદિત કર્યા છે જેનું પ્રકાશન પણ અમારી સંસ્થાએ કર્યું છે.
પૂ. આ. ભ. મુનિચન્દ્રસૂરિ મ.સા. આ ઉપરાંત શ્રી કાપડિયાના પાઈઅ ભાષઆઓ અને સાહિત્ય' નું પણ સંપાદન કરી રહ્યા છે. જેનું પ્રકાશન પણ અમે ટુંક સમયમાં કરવા ધારીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથના પુનઃ પ્રકાશન વખતે સંપાદક આચાર્યશ્રીએ એમાં અનેકવિધ નવી સામગ્રીઓ ઉમેરી ગ્રંથને વધુ ઉપયોગી બનાવ્યો છે.
આ ગ્રંથ પ્રકાશનનો લાભ પૂ. આ. ભ. શ્રી અરવિંદસૂરિ મ.સા.ના વિ.સં. ૨૦૬૧ના આ. ૐકારસૂરિ આરાધના ભવનમાં થયેલ ચાતુર્માસની અનુમોદનાર્થે શ્રી સંઘે જ્ઞાન ખાતામાંથી લીધો છે. અને સગરામપુરા, ઉમરા આદિ સ્થળોથી શ્રાવિકા બહેનોએ પણ જ્ઞાન દ્રવ્ય અર્પણ કરીને લાભ લીધો છે.
સહુ શ્રુતપ્રેમીઓ આ ગ્રંથનો વધુને વધુ ઉપયોગ કરી સમ્યજ્ઞાનને પ્રાપ્ત કરે એજ અભ્યર્થના.
Jain Education International
લી. ટ્રસ્ટીગણ
આચાર્ય ૐકારસૂરિ આરાધનાભવન
સુભાષચોક ગોપીપુરા સૂરત ૩૯૫૦૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org