________________
શ્રી ચાર મૂલ સૂત્ર પૂજા પ્રથમ આવશ્યક સૂત્ર પૂજા ૪૦ || દુહા||
ચારિત્ર તરુના મૂલ સમ, મૂલ સૂત્ર છે ચાર II,
શ્રી જિનરાજે વખાણિયાં, પૂજી લહો ભવપાર ॥ ૧ |
આવશ્યક આરાધિયે, ષડ્ અધ્યયને ખાસ II
નમન સ્તવન પૂજન કરી, કરો આતમ સુપ્રકાશ || ૨ || ।। ઢાળ પહેલી ।। પંથડો નિહાળતાં રે, જોતી વૃંદાવનની વાટ... એ દેશી ।। ચોખે ચિત્તથી રે, કરિયે શ્રી જિનરાજની સેવ ॥
જગમાં કો નિહ રે, દીસે અધિકો દુજો દેવ ।।
કરુણા જલનિધિ રે, જંગમ કલ્પતરુ ભગવાન |
કરિયે પૂજના રે, અષ્ટપ્રકારી રૂડે ધ્યાન | ૧ ||
ભાવો ભાવના રે, ધ્યાવો શુદ્ધ નિરંજન દેવ
ગાવો ગુણ ભલા રે, સારો ત્રિકરણ યોગે સેવ ||
દાતા ઘરમના રે, ત્રાતા ષડવિધ જીવના સાર ||
તે પ્રભુ પૂજતાં રે, લહિયે ભવસાયરનો પાર | ૨ ||
સૂત્ર આવશ્યકે રે, ભાખ્યા ષડ અધ્યયન રસાલ ||
Jain Education International
તેહને સેવતાં રે, પાતક જાયે સહુ વિસરાલ ||
સમભાવે કરી રે, કરિયે આવશ્યક દોય ટંક
ભાવની વૃદ્ધિએ રે, તોડે આઠ કરમનો વંક | ૩ |
સાવદ્ય યોગની રે, વિરતિ જિનગુણનો બહુમાન ॥
ચરણે ગુરુતણે રે, વાંદણા દીજે ઘરી શુભ ધ્યાન |
આલોઇયે મને રે, વાસર રયણીના અતિચાર ||
કાઉસ્સગ્ગ ધ્યાનથી રે, સોહી` આતમની કરે સાર | ૪ || કરી પચ્ચકખાણને રે, આતમ તારે ગૃહી અણગાર ॥
વી૨જ ફોરવી રે, પામે ભવસાયરનો પાર વાણી સાંભળે રે, ઉત્તમ ગુરુ મુખ પદ્મની જેહ |
રૂપવિજય કહે રે, તે લહે અવિચળ શિવપુર ગૃહ || ૫ ||
૧. શુદ્ધિ
એ બ્રા શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અન્નાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે આવશ્યકસુત્રાય વાસક્ષેપાદિક ચ યજામહે સ્વાહા ।
૪૭
પરિચય માટે જુઓ છેલ્લે
For Private & Personal Use Only
www.jainelibrary.org