________________
જૈનધર્મને પ્રાણું
જેવું હોય તો તે એટલું જ છે કે તેમાંથી વિખૂટો પડેલે ધર્મને આત્મા તેમાં ફરી આપણે પૂર. એટલે આપણે કોઈ પણ પંથના હોઈએ છતાં તેમાં ધર્મનાં તો સાચવીને જ તે પંથને અનુસરીએ. અહિંસાને માટે હિંસા ન કરીએ અને સત્યને માટે અસત્ય ન બોલીએ. પંથમાં ધર્મને પ્રાણ ફૂંકવાની ખાસ શરત એ છે કે દૃષ્ટિ સત્યાગ્રહી હોય. સત્યાગ્રહી હોવાનાં લક્ષણે ટૂંકમાં આ પ્રમાણે છે –
(૧) પોતે જે માનતા અને કરતા હોઈએ તેની પૂરેપૂરી સમજ હોવી જોઈએ અને પિતાની સમજ ઉપર એટલે બધે વિશ્વાસ હોવો જોઈએ કે બીજાને સચોટતાથી સમજાવી શકાય.
(૨) પિતાની માન્યતાની યથાર્થ સમજ અને યથાર્થ વિશ્વાસની કસોટી એ છે કે બીજાને તે સમજાવતાં જરા પણ આવેશ કે ગુસ્સો ન આવે અને એ સમજાવતી વખતે પણ એની ખૂબીઓની સાથે જ જે કાંઈખામીઓ દેખાય તો તેની પણ વગર સંકોચે કબૂલાત કરતા જવું.
(૩) જેમ પિતાની દૃષ્ટિ સમજાવવાની ધીરજ તેમ બીજાની દૃષ્ટિ સમજવાની પણ તેટલી જ ઉદારતા અને તત્પરતા હોવી જોઈએ. બને અથવા જેટલી બાજુઓ જાણી શકાય તે બધી બાજુઓની સરખામણી અને બળાબળ તપાસવાની વૃત્તિ પણ હોવી જોઈએ. એટલું જ નહિ, પણ પિતાની બાજુ નબળી કે ભૂલભરેલી ભાસતાં તેને ત્યાગ તેના પ્રથમના સ્વીકાર કરતાં વધારે સુખદ મનાવો જોઈએ.
(૪) કોઈ પણ આખું સત્ય દેશ, કાળ કે સંસ્કારથી પરિમિત નથી હતું, માટે બધી બાજુએ જવાની અને દરેક બાજુમાં જે ખંડ સત્ય દેખાય છે તે બધાને સમન્વય કરવાની વૃત્તિ હોવી જોઈએ.
[ અચિં૦ ભા. ૧, પૃ. ૩૬-૩૯] [૧૪] દર્શન અને સંપ્રદાય એ વિચાર કરવો ઉચિત લેખાશે કે “દર્શનને અર્થ શું કરવામાં આવે છે, અને ખરી રીતે એને અર્થ શું હોઈ શકે ? એ જ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org