________________
જૈનધમ ના પ્રાણ
અનેકાંતદૃષ્ટિના આધાર : સત્ય
જ્યારે સમગ્ર જૈન વિચાર અને આચારને પાયેા અનેકાંતષ્ટિ જ છે ત્યારે પહેલાં એ જોવુ જોઈ એ કે અનેકાંતદષ્ટિ કયાં તત્ત્વાને આધારે ઊભી કરવામાં આવી છે? વિચાર કરતાં તેમ જ અનેકાંતદૃષ્ટિના સાહિત્યનુ અવલાકન કરતાં જણાય છે કે અનેકાંતદૃષ્ટિ સત્યના આધારે ઊભી છે. જોકે બધાય મહાપુરુષો સત્યને જ ચાહે છે અને સત્યની જ શોધ તેમ જ સત્યના જ નિરૂપણમાં પોતાનુ જીવન વિતાવે છે, છતાં પણ સત્યના નિરૂપણની પદ્ધતિ અને સત્યની શોધ બધાની એકસરખી નથી હાતી, મુદ્દેદેવ જે શૈલીથી સત્યનુ નિરૂપણ કરે છે કે શકરાચાર્ય, ઉપનિષદોને આધારે, જે ઢબે સત્યનું પ્રકાશન કરે છે, એનાથી ભગવાન મહાવીરની સત્યપ્રકાશન શૈલી જુદી છે. ભગવાન મહાવીરની સત્યપ્રકાશન શૈલીનુ જ ખીજુ નામ અનેકાંતવાદ છે. એના મૂળમાં એ તત્ત્વ છેઃ પૂર્ણતા અને યથાર્થતા. જે પૂર્ણ હોય, અને પૂર્ણ હોવા છતાં યથાર્થ રૂપે પ્રતીત થાય એને જ સત્ય કહેવામાં આવે છે.
૨૦૮
કાઇ પણ વસ્તુનું સંપૂર્ણ રૂપે ત્રિકાલાબાધિત યથા દર્શીન થવુ મુશ્કેલ છે; અને કાઈ ને એ થઈ પણ જાય તાપણુ એનુ એ જ રૂપે શબ્દોમાં યથાર્થ વર્ણન કરવુ' એ સત્યદ્રષ્ટા અને સત્યવાદીને માટે પણ બહુ મુશ્કેલ છે. કાઈ એ મુશ્કેલ કામને કેટલેક અંશે કરવાવાળા નીકળી પણ આવે તાપણુ દેશ, કાળ, પરિસ્થિતિ, ભાષા, શૈલી વગેરેના અનિવા ભેદને લીધે એ બધાના વર્ણનમાં કંઈક ને કંઈક વિરાધ કે ભેદ દેખાઈ આવે, એ અનિવાય છે. આ તો થઈ એ પૂણુદર્શી અને સત્યવાદી ગણ્યાગાંઠયા મનુષ્યાની વાત કે જેમને આપણે કેવળ કલ્પના કે અનુમાનને આધારે સમજી કે માની શકીએ છીએ. આપણા અનુભવ તો સામાન્ય માણુસા સુધી મર્યાદિત છે, અને એ કહે છે કે સાધારણ માણસામાં પણ ઘણાખરા યથાર્થવાદી હોવા છતાં પણ અપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org