________________
કર્મતત્ત્વ
૧૮૭ નિવર્તક ધર્મને ઉલ્લેખ આવે છે ત્યાં બધેય એ આ મતને જ દર્શાવે છે. એની માન્યતા પ્રમાણે જ્યારે કર્મની નિવૃત્તિ શક્ય અને ઈષ્ટ છે ત્યારે એને કમની ઉત્પત્તિનું મૂળ કારણ પહેલા પક્ષની માન્યતાથી. વિરુદ્ધ જ જણાવવું પડ્યું. એણે કહ્યું કે ધર્મ અને અધર્મનું મૂળ કારણ પ્રચલિત સામાજિક વિધિ-નિષેધ નહીં પણ અજ્ઞાન અને રાગ-- ઠેષ છે. આચરણ ગમે તેવું શિષ્ટસંમત અને વિહિત કેમ ન હોય, પણ જે એ અજ્ઞાન તેમ જ રાગદેષજન્ય હોય તે એથી અધમની, જ ઉત્પત્તિ થાય છે. એના મતે પુણ્ય અને પાપના ભેદ કેવળ સ્થળ. દૃષ્ટિવાળાઓને માટે છે, તાત્ત્વિક રીતે તે પુણ્ય અને પાપ બને અજ્ઞાન. તેમ જ રાગદેષજન્ય હોવાને લીધે અધર્મ તેમ જ હેય જ છે. આ નિવકધર્મવાદી પક્ષ સામાજિક નહીં પણ વ્યક્તિવિકાસવાદી હતે.
જ્યારે એ પક્ષે કર્મને નાશ અને મોક્ષ પુરુષાર્થ સ્વીકારી લીધે ત્યારે એને કમને ઉચ્છેદ કરનારા અને મોક્ષને અપાવનારાં કારણોને પણ વિચાર કરવો પડ્યો. આ વિચારણાના ફળરૂપે એણે કર્મને દૂર. કરનારાં જે કારણે નકકી કર્યા એ જ એ પક્ષનો નિવક ધમ છે. પ્રવર્તક ધર્મ અને નિવર્તક ધર્મની દિશા એકબીજાથી સાવ વિરુદ્ધ છે. એકનું ધ્યેય સામાજિક વ્યવસ્થાનું સ્થાપન છે, જ્યારે બીજાનું ધ્યેય પોતાના આત્યંતિક–સંપૂર્ણ સુખની પ્રાપ્તિ છે; તેથી એ કેવળ. આત્મગામી છે. નિવર્તાક ધમ જ શ્રમણ, પરિવ્રાજક, તપસ્વી અને યેગમાર્ગ વગેરે નામે પ્રસિદ્ધ છે. કર્મની પ્રવૃત્તિ અજ્ઞાન તેમ જ રાગદેષજન્ય હોવાને લીધે એની સંપૂર્ણ નિવૃત્તિને ઉપાય અજ્ઞાનનું વિધી સમ્યજ્ઞાન અને રાગ-દ્વેષનો વિરોધી–રાગદ્વેષના નાશ રૂપ-સંયમ જ નક્કી થયાં. બાકીનાં તપ, ધ્યાન, ભકિત વગેરે બધાય ઉપાયો ઉપર, સૂચવેલ જ્ઞાન અને સંયમના જ સાધનરૂપ લેખવામાં આવ્યા છે. કર્મતત્વ સંબંધી વિચાર અને એને જ્ઞાતાવર્ગ
નિવકધર્મવાદીઓને મોક્ષના સ્વરૂપ તથા એનાં સાધનોની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org