________________
કર્મતત્વ,.
૧૮૫
મીમાંસકે વેદના અનાદિપણુની માન્યતાનું સમર્થન કરે છે, એ રીતે જ એનું સમર્થન પણ કરે છે. શાસ્ત્રોને લગતી ઉપર સૂચવેલી માન્યતા પ્રત્યે સાંપ્રદાયિક લોકોનો ભારે આદર હોવા છતાં અહીં કર્મશાસ્ત્ર અને એના મુખ્ય વિષય કર્મતત્વના સંબંધમાં એક બીજી દૃષ્ટિએ વિચાર કરવાનો છે. એ દૃષ્ટિ છે ઐતિહાસિક. કમાત્રની જરૂર શા માટે?
પહેલો પ્રશ્ન તો કર્મતત્વને માનવું કે નહીં અને માનવું તે ક્યા આધારે, એ હતે. એક પક્ષ એવો હતો કે જે કામ અને એના સાધનરૂપ અર્થ સિવાય બીજા કોઈ પુરુષાર્થને માનતો ન હતો. એની સમજણ મુજબ આ લેક એ જ પુરુષાર્થ હતા. તેથી એને એવું કોઈ કર્મતત્વ સ્વીકારવાની જરૂર ન હતી કે જે સારા-ખોટા જન્માંતર કે પરલોકને અપાવનારું હોય. આ જ પક્ષ ચાર્વાક પરંપરાને નામે પ્રખ્યાત થયો. પણ સાથે સાથે જ, એ અતિ પ્રાચીન યુગમાં પણ, એવા ચિંતક હતા કે જેઓ કહેતા હતા કે મરણ પછી જન્માંતર પણ છે, એટલું જ નહીં, બલ્ક આ દેખાતા લેક-જગત ઉપરાંત બીજા પણ શ્રેષ્ઠ અને કનિષ્ઠ લોક છે. આવા લેક પુનર્જન્મવાદી અને પરલોકવાદી કહેવાતા હતા. એમની માન્યતા એવી હતી કે જે કામ ન હોય તે જન્મ-જન્માંતર તેમ જ આ લેક-પરલોકને સંબંધ બંધ બેસી જ નથી શકતો. એટલા માટે પુનર્જન્મની માન્યતાને આધારે કર્મ તત્ત્વને સ્વીકાર કરવો જરૂરી છે. આ કર્મવાદીઓ જ પોતાની જાતને પરલકવાદી તથા આસ્તિક કહેતા હતા. ધર્મ, અર્થ, કામને જ માનનાર પ્રવર્તકધર્મવાદી પક્ષ
કર્મવાદીઓના મુખ્ય બે પક્ષ છે. એક તો એમ કહેતા હતા કે કર્મનું ફળ જન્માંતર અને પરલોક જરૂર છે, પણ શ્રેષ્ઠ જન્મ તથા શ્રેષ્ઠ પરલોકને માટે કમ પણ શ્રેષ્ઠ જ જોઈએ. આ પક્ષ પલકવાદી હોવાથી તથા શ્રેષ્ઠ લેક, જેને સ્વર્ગ કહેવામાં આવે છે, એ મેળવવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org