________________
૧૫૪
જૈનધર્મને પ્રાણ
ધરાવે છે. શરીરસ્વાથ્ય, સમાજબળ આદિ ઉદેશે ખરા મેક્ષસાધક આદર્શ બ્રહ્મચર્યમાંથી સ્વતઃ સિદ્ધ થઈ જાય છે.
બ્રહ્મચર્યને સંપૂર્ણપણે સિદ્ધ કરવા બે માર્ગે નકકી કરવામાં આવ્યા છે. પહેલે ક્રિયામાર્ગ અને બીજો જ્ઞાનમાર્ગ. ક્રિયામાગ, વિરોધી કામસંસ્કારને ઉત્તેજિત થતો અટકાવી તેના સ્થૂલ વિકારવિષને બ્રહ્મચર્ય જીવનમાં પ્રવેશવા નથી દેત; અર્થાત તેની નિષેધબાજુ સિદ્ધ કરે છે; પણ તેનાથી કામસંસ્કાર નિર્મૂળ થતું નથી. જ્ઞાનમાર્ગ એ કામસંસ્કારને નિર્મૂળ કરી બ્રહ્મચર્યને સર્વથા અને સર્વદા સ્વાભાવિક જેવું કરી મૂકે છે;
અર્થાત તેની વિધિબાજુ સિદ્ધ કરે છે. જૈન પરિભાષામાં કહીએ તો ક્રિયામાર્ગથી બ્રહ્મચર્ય પરમિકભાવે સિદ્ધ થાય છે, અને જ્ઞાનમાર્ગથી સાયિકભાવે સિદ્ધ થાય છે. ક્રિયામાર્ગનું કાર્ય જ્ઞાનમાર્ગની મહત્ત્વની ભૂમિકા તૈયાર કરવાનું હોવાથી તે માર્ગ વસ્તુતઃ અપૂર્ણ છતાં પણ બહુ ઉપયોગી મનાયો છે, અને દરેક સાધક માટે પ્રથમ આવશ્યક હોવાથી તેના ઉપર જૈન શાસ્ત્રમાં બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. એ ક્રિયામાર્ગમાં બાહ્ય નિયમોનો સમાવેશ થાય છે. એ નિયમોનું નામ ગુપ્તિ છે. ગુપ્તિ એટલે રક્ષાનું સાધન, અર્થાત વાડ. એવી ગુપ્તિઓ નવ ગણાવવામાં આવી છે. એક વધુ નિયમ એ ગુપ્તિઓમાં ઉમેરી એમને જ બ્રહ્મચર્યનાં દશ સમાધિસ્થાનક તરીકે વર્ણવવામાં આવ્યાં છે.
ક્રિયામાર્ગમાં આવતાં દશ સમાધિસ્થાનોનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રના સોળમાં અધ્યયનમાં બહુ માર્મિક રીતે કરવામાં આવ્યું છે. તેનો સાર આ પ્રમાણે છે :
(૧) દિવ્ય કે માનુષી સ્ત્રીના, બકરી, ઘેટી વગેરે પશુના અને નપુંસકના સંસર્ગવાળાં શયન, આસન અને રહેઠાણ વગેરેને ઉપયોગ ન કરો .
(૨) એકલા એકલી સ્ત્રીઓની સાથે સંભાષણ ન કરવું. માત્ર સ્ત્રીઓને કથાવાર્તા વગેરે ન કહેવાં અને સ્ત્રીથા ન કરવી, એટલે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org