________________
આધ્યાત્મિક વિકાસક્રમ
૧૦૭
પ્રભા જેવું હોય છે. બીજી તારા દષ્ટિમાં છાણુના અમિની પ્રભા જેવું; ત્રીજી બલા દૃષ્ટિમાં લાકડાના અગ્નિની પ્રભા જેવું; ચોથી દીપ્રા દૃષ્ટિમાં દીવાની પ્રભા જેવું; પાંચમી સ્થિર દૃષ્ટિમાં રત્નની પ્રભા જેવું; છઠ્ઠી કાન્તા દૃષ્ટિમાં નક્ષત્રની પ્રભા જેવું; સાતમી પ્રભા દૃષ્ટિમાં સૂર્યની પ્રભા જેવું, અને આઠમી પર દૃષ્ટિમાં ચંદ્રની પ્રભા જેવું હોય છે.
જોકે આમાંની પહેલી ચાર દૃષ્ટિઓમાં સ્પષ્ટપણે ય આત્મસ્વરૂપનું સંવેદન નથી હતું, ફક્ત છેલ્લી ચાર દૃષ્ટિએમાં જ તેવું સંવેદન હોય છે, છતાં પ્રથમની ચાર દૃષ્ટિઓને સદ્દષ્ટિમાં ગણવાનું કારણ એ છે કે તે સ્થિતિમાં આવ્યા પછી આધ્યાત્મિક ઉત્ક્રાંતિનો માર્ગ નિશ્ચિત થઈ જાય છે. યોગનાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણું, ધ્યાન અને સમાધિએ આઠ અંગેને આધારે સદ્દષ્ટિના આઠ વિભાગે સમજવાના છે. પહેલી દૃષ્ટિમાં યમની સ્થિરતા, બીજીમાં નિયમની, એમ અનુક્રમે આઠમીમાં સમાધિની સ્થિરતા મુખ્યપણે હોય છે.
પહેલી મિત્રા આદિ ચાર દષ્ટિઓમાં આધ્યાત્મિક વિકાસ હોય છે ખરો, પણ તેમાં કાંઈક અજ્ઞાન અને મેહનું પ્રાબલ્ય રહે છે; જ્યારે સ્થિરા આદિ પાછલી ચાર દૃષ્ટિઓમાં જ્ઞાન અને નિર્મોહતાનું પ્રાબલ્ય વધતું જાય છે. યોગના પાંચ ભાગ રૂપે બીજે પ્રકાર
બીજા પ્રકારના વર્ણનમાં તે આચાર્યો માત્ર આધ્યાત્મિક વિકાસના ક્રમનું જ ગરૂપે વર્ણન કર્યું છે, તે પહેલાંની સ્થિતિ વર્ણવી નથી.
વેગ એટલે જેનાથી મેક્ષ પ્રાપ્ત કરી શકાય તેવો ધર્મવ્યાપાર, અનાદિ કાળચક્રમાં જ્યાં સુધી આત્માની પ્રવૃત્તિ સ્વરૂપ–પરાક્ષુખ
૧. જુઓ બિંદુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org