________________
જૈનધર્મને પ્રાણ
બળને છત. આ આધ્યાત્મિક જય માટે પ્રયત્ન એ જ મુખ્ય જૈન અહિંસા છે. આને સંયમ કહે, તપ કહે, ધ્યાન કહે કે કઈ પણ તેવું આધ્યાત્મિક નામ આપે, પણ એ વસ્તુતઃ અહિંસા જ છે. અને જૈન દર્શન એમ કહે છે કે અહિંસા એ માત્ર સ્થૂલ આચાર નથી, પણ તે શુદ્ધ વિચારના પરિપાકરૂપે અવતરેલે જીવનેત્કર્ષક આચાર છે.
ઉપર વર્ણવેલ અહિંસાના સૂક્ષ્મ અને વાસ્તવિક રૂપમાંથી કોઈ પણ બાહ્યાચાર જન્મ્યો હોય અગર એ સૂક્ષ્મ રૂપની પુષ્ટિ માટે કઈ આચાર નિ હોય તો તેને જૈન તત્વજ્ઞાનમાં અહિંસા તરીકે સ્થાન છે. તેથી ઊલટું, દેખીતી રીતે અહિંસામય ગમે તે આચાર કે વ્યવહારના મૂળમાં જે ઉપરનું અહિંસાનું આંતરિક તત્વ સંબંધ ન ધરાવતું હોય તે તે આચાર અને તે વ્યવહાર જૈન દષ્ટિએ અહિંસા છે કે અહિંસાના પિષક છે એમ ન કહી શકાય.
અહીં જૈન તત્વજ્ઞાનને લગતા વિચારમાં પ્રમેયચર્ચા જાણુને જ લંબાવી નથી. માત્ર એ વિશેની જૈન વિચારસરણીને ઇશારે કર્યો છે. આચારની બાબતમાં પણ કોઈ બહારના નિયમો અને બંધારણ વિશે જાણીને જ ચર્ચા નથી કરી, પણ આચારના મૂળ તોની જીવનશોધન રૂપે સહેજ ચર્ચા કરી છે, જેને જૈન પરિભાષામાં આઢવ, સંવર આદિ તો કહેવામાં આવે છે.
[દઅચિં- ભાગ ૨, પૃ. ૧૦૦૯-૧૦૬૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org