________________
જૈન સંસ્કૃતિનું હૃદય
૭૯
જન્મ આપનાર અને પોષનાર રાષ્ટ્રના કલ્યાણમાં ફાળો આપવા માટે હમેશાં તૈયાર હેય. કોઈ પણ સંસ્કૃતિનાં બાહ્ય અંગે કેવળ અભ્યદયના સમયે જ વિકસે છે અને એ સમયે જ એ આકર્ષક લાગે છે, પણ સંસ્કૃતિના હૃદયની વાત જુદી છે. સમય આફતને હોય કે અભ્યદયને, બને સમયમાં એની અનિવાર્ય જરૂરિયાત તે હમેશાં એકસરખી જ હોય છે. કઈ પણ સંસ્કૃતિ, જ્યાં સુધી એ ભાવિના ઘડતરમાં પિતાને ફાળો ન આપે ત્યાં સુધી, કેવળ પિતાના ઈતિહાસ કે યશગાથાઓના આધારે ન તો જીવિત રહી શકે છે કે ન તે પ્રતિષ્ઠા મેળવી શકે છે.
આ દૃષ્ટિએ પણ જૈન સંસ્કૃતિ અંગે વિચાર કરવો સંગત છે. આપણે ઉપર જોઈ ગયા છીએ કે આ સંસ્કૃતિ મૂળ પ્રવૃત્તિ અર્થાત પુનર્જન્મથી છુટકારો મેળવવાની દૃષ્ટિએ આવિર્ભાવ પામી છે. એના આચાર-વિચારનું આખું માળખું એ લક્ષને અનુરૂપ જ બન્યું છે. પણ આપણે એ પણ જોઈએ છીએ કે, આખરે એ સંસ્કૃતિ વ્યક્તિ સુધી જ સીમિત ન રહી; એણે એક વિશિષ્ટ સમાજનું રૂપ ધારણ કરી લીધું. નિવૃત્તિ અને પ્રવૃત્તિ
ગમે તે સમાજ હોય, એ કેવળ નિવૃત્તિની ભુલભુલામણીને આધારે ન તે જીવી શકે છે, કે ન તે વાસ્તવિક નિવૃત્તિની સાધના જ કરી શકે છે. જે કોઈ રીતે નિવૃત્તિને નહીં માનવાવાળા અને કેવળ પ્રવૃત્તિચક્રનું જ મહત્ત્વ માનવાવાળા છેવટે એ પ્રવૃત્તિના તોફાન અને વટળમાં જ ફસાઈને ભરી શકતાં હોય તે એ પણ એટલું જ સાચું છે કે પ્રવૃત્તિનો આધાર લીધા વગર નિવૃત્તિ કેવળ હવાઈ કિલ્લે જ બની જાય છે. અતિહાસિક અને દાર્શનિક સત્ય તે એ છે કે પ્રવૃત્તિ અને નિવૃત્તિ, એ માનવકલ્યાણના એક જ સિકકાની બે બાજુઓ છે. જ્યાં સુધી દોષની નિવૃત્તિની સાથે જ સગુણપ્રેરક અને કલ્યાણકર પ્રવૃત્તિમાં બળ પૂરવામાં ન આવે ત્યાં સુધી કોઈ માણસ દોષે, ભૂલે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org