________________
ભૂમિ કા
જૈનધર્મના પ્રાણ ” પુસ્તકનું આ નામ નામના મુદ્રિત એક લેખને આધારે આપવામાં આવ્યું સાÖક છે. પૂજ્ય પંડિત શ્રી સુખલાલજીના લેખનની એ કે તેઓ કાઈ પણ વિષયનુ ઉપરચોટિયું નિરૂપણ કરવામાં રાચતા નથી, પણ પ્રતિપાદ્ય વિષયના હાર્દને પકડીને જ તેનું નિરૂપણ કરે છે. આથી આ પુસ્તકમાંનું સંસ્કૃતિ, ધર્મ, દર્શન, જૈનધમ, જૈનદર્શન, જૈન આચાર જેવા વિષયાનું પ્રતિપાદન તે તે વિષયના હાર્દને જ વિશેષતઃ સ્પર્શે છે. ધર્માં આદિના બાહ્ય રૂપને તે સામાન્યપણે સૌ જાણતા હાય છે, કારણ કે તે નરી આંખે દેખાય તેવું રૂપ હાય છે, પણ એ બધા પાછળનું તત્ત્વ શું છે તેની જાણ ઓછા લેાકાને હાય છે, આ પુસ્તકમાં જૈનધર્મના તત્ત્વની, પરમાંની કે તેના હાર્દની જ વિશેષતઃ ઓળખ આપવામાં આવી છે. આથી આ પુસ્તકમાં જૈનધ વિષે તેના અનુયાયીઓને પણ ધણું નવું જાણવા મળશે અને
Jain Education International
For Private & Personal Use Only
તેમાં તે જ છે. અને તે વિશેષતા છે
www.jainelibrary.org