________________
૧૩૮
શ્રી શાંન્ત-સુરન્સ કીડે તપગચ્છમાં દાખલ થો. આ ધર્મસાગર ઉપાધ્યાય મહા તાર્કિક અને અસાધારણ વિદ્વાન હતા, પણ આક્રમણ રીતિએ આક્ષેપ કરનાર હાઈ અનેક વાર અથડામણમાં આવી જતા હતા. મતભેદને ઈતિહાસ
વિજયસેનસૂરિને સં. ૧૬૨૮ માં આચાર્યપદ આપવામાં આવ્યું. તેઓ વિજયહીરસૂરિની પાટે આવ્યા. તેમનું સ્વર્ગ ગમન સં. ૧૬૭૧ માં થયું. તેઓ પણ ભારે વિદ્વાન હતા તેથી તેમના સમય સુધી તપગચ્છમાં શાંતિ ચાલી. વિજયસેનસૂરિ સં. ૧૬૭૧ માં કાળધર્મ પામ્યા. ત્યારપછી તપગચ્છમાં મતભેદ વધે. વિજયસેનસૂરિની પાટે વિજયદેવસૂરિ આવ્યા. આ વિજય દેવસૂરિએ સાગરવાળાને પક્ષ લીધો. આથી તપગચ્છમાં ભારે ખટપટ ઊભી થઈ. ભાનચંદ્ર અને સિદ્ધિચંદ્ર સમવિજય સાથે મળી રામવિજયને આચાર્ય પદ આપ્યું અને એમનું નામ વિજયતિલકસૂરિ પાડવામાં આવ્યું. આ વાતની ચર્ચા તો વિજયસેનસૂરિના સમયમાં શરૂ થઈ ગઈ હતી, પણ તેના પર તેમના સ્વર્ગગમન પછી સં. ૧૯૭૩ માં અમલ થવા લાગ્યું. સં. ૧૮૭૬ માં વિજયતિલકસૂરિ કાળ-ધર્મ પામ્યા. એમની પાટે વિજય આનંદસૂરિની સ્થાપના કરવામાં આવી. તે વખતે વિજયદેવસૂરિ અને વિજય આનંદસૂરિ વચ્ચે મેળ થયે તે ખરે, પણ અંતે તપગચ્છના બે વિભાગ પડી ગયા: વિજયદેવસૂરિના પક્ષે રહેનાર દેવસૂરિ” અથવા દેવસૂર કહેવાણું અને વિજયઆનંદસૂરિના પક્ષે રહેનારા “આનંદસૂરિ” અથવા “અણુસૂર ” કહેવાણું. એક બાપના બે દીકરા હોવા છતાં અને ક્રિયા કે વ્રત, નિયમ, સમાચારી કે આજ્ઞામાં જરા પણ મતફેર ન હોવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org