________________
૧૩૬
શ્રીશાંતસુધારસ
માંડીને શરૂ થતાં યુગની અતિ સક્ષેપ વિચારણા કરવી જરૂરી છે. પાલણપુરમાં કુરા ઓશવાલ અને નાથીબાઈને ત્યાં હીરાના જન્મ સ. ૧૫૮૩ માં થયા. વિજયદાનસૂરિ(પ૭ મી પાટ)ના ઉપદેશથી ૧૩ વર્ષની વયે એણે સ. ૧૫૯૬ માં માબાપની પરવાનગીથી પાટણ શહેરમાં દીક્ષા લીધી. દક્ષિણમાં દેવગિરિ જઈ દક્ષિણી પડિત પાસે ખૂબ અભ્યાસ કર્યા, ન્યાય અને જ્યાતિષમાં ખાસ પ્રાણ્યિ પ્રાપ્ત કર્યું. સ. ૧૬૦૭ માં નાડલાઇમાં તેમને પંડિત પદ્મ પ્રાપ્ત થયું, સ. ૧૬૦૮ માં ઉપાધ્યાય પદ પ્રાપ્ત થયું અને સં. ૧૬૧૦ શિાહીમાં તેમને આચાર્ય પદવીનુ પ્રદાન થયું. આચાર્ય વિજયદેવસૂરિના સ્વર્ગવાસ સ. ૧૬૨૧ માં થતાં તપગચ્છના વિજયહીરસૂરિ નાયક થયા. આ વખતે આખા તપગચ્છમાં તેમની આજ્ઞા વતી હતી અને તેઓ એકલા અદ્વિતીય નાયક બન્યા હતા. તેઓશ્રીના વિહાર મુખ્યતયા ગુજરાતમાં, યાત્રા નિમિત્તે કાઠિયાવાડમાં અને ક્વચિત્ મેવાડમાં હતા.
સ’. ૧૬૩૮ માં આચાર્ય વિ. હીરસૂરિજી ગાંધાર (લાટદેશ)માં ચેામાસુ હતા તે વખતે અકબર બાદશાહને ધર્મજિજ્ઞાસા થઇ. એણે અનેક વિદ્વાનાને એકઠા કરી તેમની પાસેથી ધના રહસ્યા જાણી તે પરથી સ ધર્મ સંમત એક મત ચલાવવાની ભાવના કરી. એણે ‘દીનેઇલાહી’ નામના સ ધર્મના રહસ્યભૂત એક ધર્મની સ્થાપના સ. ૧૬૩૫ માં કરી પણ દીધી હતી. એમાં એને રાજદ્વારી ઉદ્દેશ પણ હુતે, સાથે સાથે એનામાં ધર્મજિજ્ઞાસા પણ સારી હતી. નિષ્પાપ ધમાની શેાધ કરતાં એમની પાસે શ્રી હીરવિજયસૂરિના નામની પ્રાપ્તિ થઇ. શહેનશાહના આમત્રણથી આચાર્ય શ્રી દીલ્હી આવ્યા. ત્યાં શહેનશાહ અને સૂરીશ્વરના મેળાપ થયેા. અકબર પાદશાહને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org