________________
શ્રી શાંત-સુધારસ :
૯૪
માટી વૃત્તિ, ધાતુપારાયણ, ન્યાસ, ટ્રુઢિકા ટીકા વિગેરેથી એ વ્યાકરણુ ઘણું માટું થઇ ગયું. એ ગૂંચવણ દૂર કરવા માટે શ્રી વિનયવિજય ઉપાધ્યાયે આ નાની પ્રક્રિયા રચી. એમણે પ્રથમ સંજ્ઞા અધિકાર મૂળસૂત્રેા સાથે કારિકાદ્વારા જ પ્રતિપાદન કર્યાં, સંધિના નિયમેા સરળ અને સુગમ બનાવ્યા, પલિંગ પ્રકરણમાં શબ્દોને અકારાદિ ક્રમમાં ગેાઠવી દીધા અને ખાસ કરીને તદ્ધિત અને ધાતુમાંથી થયેલા નામેાની રચના એટલી સરળ અને સુકર અનાવી દીધી કે તેને લઇને આખા વ્યાકરણના વિષય સુખખાધી અને અલ્પ વિસ્તારવાળા થઇ ગયા.
આ વ્યાકરણની પ્રથમ જાહેરાત શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ સ. ૧૯૪૯ માં કરી. ત્યારપછી એની માગણી થતાં સ. ૧૯૭૪ માં એ જ સસ્થાએ એની બીજી આવૃત્તિ બહાર પાડી. આખા ગ્રંથ જોતાં શ્રી વિનયવિજય ઉપાધ્યાયના વ્યાકરણના વિષય પરના કાબૂ ઘણા સુંદર દેખાય છે. એમણે વ્યાકરણ શીખવવાની નવીન પણ સરળ રીતિ દાખલ કરી અને એ વ્યાકરણના ઉપયેગ અત્યારે પણ થાય છે તેથી તેમની એ કૃતિ પણ સફળ ગણાય. જેમ શ્રીયુત રામકૃષ્ણે ભાંડારકરે સંસ્કૃત વ્યાકરણની અંગ્રેજીમાં રચના કરી અનેક રીતે એ વિષયને સહેલે કર્યા છે તેમજ શ્રી વિનયવિજય ઉપાધ્યાયે સંસ્કૃત ભાષાદ્વારા જ વ્યાકરણને સરળ બનાવ્યું છે. આટલા પૂરતી તેઓશ્રીની વિશિષ્ટતા અને માલિકત્તા ગણાય.
સ્વાપન્ન ટીકા,
શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ બહાર પાડેલા કાળ અને ભાવપ્રકાશ ( લેાકપ્રકાશ ) ગ્રંથની પ્રસ્તાવના પૃ. ૧૪ માં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org