________________
ગ્રંથકાર શ્રી.વિનય-વિજયજી
૪૧
ભદ્રસૂરિ (૭) ઉદય પામ્યા. ત્યારપછી શ્રી મહાગિરિ અને શ્રી સુહસ્તિ (૮) નામના ગુરુ ( સૂરિ ) થયા. તે બન્નેની પાટે શ્રી સુસ્થિત અને સુપ્રતિબદ્ધ (૯) નામના અન્ને ગણપતિએ જગતમાં લક્ષ્મીને ધારણુ કરનારા થયા. તેમના પટ્ટરૂપી ભૂષણના મિણિ સમાન શ્રી ઇંદ્રદિશ (૧૦) નામના ગુરુ થયા. તેના પટ્ટના અધિકારી શ્રી દિન્ન ( ૧૧ ) નામના સૂરિ થયા. તેની પાટે શ્રી સિદ્ધગિરિ (૧૨) નામના ગુરુ શેાલતા હતા. તેની પાટે શ્રી વજ્રગુરુ (૧૩) સ્વામી થયા. તેના પટ્ટને શ્રી વજ્રસેન (૧૪) ગુરુ ધારણ કરતા હતા. તેને સ્થાને શ્રી ચંદ્ર (૧૫) ગુરુ થયા. તેના પટ્ટ ઉપર શ્રી સામંતભદ્ર (૧૬ ) ગુરુ ઉન્નતિ કરનારા થયા. તેના પટ્ટને શ્રી દેવસૂરિ ( ૧૭ ) નામના ગુરુ ભજતા હતા. ત્યારપછી શ્રી પ્રદ્યોતનસૂરિ (૧૮) થયા. તેને સ્થાને શ્રી માનદેવસૂરિ (૧૯) થયા. તેના પટ્ટને ધારણ કરનાર શ્રી માનતુ ંગ (૨૦) નામના ગુરુ થયા. ત્યારપછી શ્રી વીર (૨૧) નામના સૂરિ થયા. ત્યારપછી શ્રી જયદેવસૂરિ (૨૨) થયા. ત્યારપછી શ્રી દેવાન ́દનૂરિ (૨૩) અને ત્યારપછી પૃથ્વી પર શ્રી વિક્રમ (૨૪) નામના સૂરિ થયા. ત્યારપછી શ્રી નરસિહ ( ૨૫ ) નામે પ્રસિદ્ધ સૂરિ થયા. તેના પટ્ટના સ્વામી શ્રી સમુદ્ર (૨૬) નામના સૂરિ થયા. તેને સ્થાને શ્રી માનદેવ (૨૭) સૂરિ અને ત્યારપછી શ્રી વિષ્ણુધપ્રભ (૨૮) સૂરિ થયા. તેના પટ્ટ ઉપર શ્રી જયાનંદસૂરિ ( ૨૯ ) સૂરિલક્ષ્મીનુ પાષણ કરતા હતા. તેની પાટે શ્રી વિપ્રભસૂરિ (૩૦) થયા, તેની પાટના સ્વામી શ્રી યશેાદેવ (૩૧) મુનિરાજ થયા. ત્યારપછી શ્રી પ્રદ્યુમ્ન (૩૨) નામના ગુરુ ઉડ્ડય પામ્યા. ત્યારપછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org