________________
ગ્રંથપરિચય
ર૯ છે. ચેથા નિધનપુરૂન નામના સર્ગમાં રાધાની સખી કૃષ્ણ પાસે રાધાની વિરહદશાનું વર્ણન કરે છે. પાંચમા લાલપુરી નામના સગમાં કૃષ્ણ રાધાને પ્રેમપૂર્વક ચમૂનાના કુંજમાં આવવાને સંદેશે કહેવરાવે છે. છઠ્ઠા પૂરવુંદ નામના સગમાં લતાગૃહમાં રહેલી અનુરક્ત રાધા કૃષ્ણ પાસે આવવા અશક્ત બનેલી છે તેની સ્થિતિનું વર્ણન કરે છે. સાતમાં નરનારાયજ સર્ગમાં સંકેત કરેલ સમયે કૃષ્ણ રાધાને મળતા નથી એટલે એની દશા કેવી થાય છે તેનું વર્ણન છે. આઠમા વિ૮૪મીતિઃ સર્ગમાં, નવમા મુમુકુંદ સર્ગમાં, દશમા ચતુર્મુ સર્ગમાં, અગિયારમાં નાનામો સર્ગમાં અને બારમા પુછાતવાનો સર્ગમાં રાધા અને કૃષ્ણના રીસામણું મનામણાં ચાલે છે.
આ આખા ગ્રંથમાં શૃંગાર રસની મુખ્યતા છે અને વચ્ચે વર્ણનમાં હાસ્ય, કરુણું વિગેરે રસ જામે છે. એનું શબ્દચિત્ર અનુપમ છે અને ભાષા પર કાબૂ અસાધારણું છે. એમાં શાંત રસને પ્રસંગ જ નથી. એ આ ગ્રંથ ધ્વનિકાવ્યથી ભરેલ છે. એની શાંતસુધારસ ગ્રંથ સાથે સરખામણી માત્ર ગેયતાની બાબતમાં જ થઈ શકે તેમ છે.
સંસ્કૃત સાહિત્યમાં ગાઈ શકાય તેવા આ બે જ ગ્રંથ છે. રસિક જનને ગીતગોવિંદ ગ્રંથ ખૂબ પસંદ પડે તે છે. એની કાવ્યચમત્કૃતિ અતિ ઉચ્ચ પ્રકારની છે. સંસારને સમજનાર અને તેના સ્વરૂપને જાણ એનાથી દૂર ભાગનારને શાંતસુધારસ ગ્રંથ ખૂબ મજા આપે તે છે. બન્નેની સરખામણ કઈ પણ રીતે કરી શકાય તેમ નથી. એકમાં જે વાતનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org