________________
શ્રી શાંન્ત સુધારસ આવા પ્રકારના અવાંતર અને બાહા સંયેગી વિચારે સંપૂર્ણ શાંતિથી કરવામાં આવે ત્યારે આ જીવનનું ખરું સ્થાન શું છે અને ક્યાં છે તે સમજાય તેમ છે. એનું ખરું માપક યંત્ર મૂકવામાં ન આવે તો તે આ જીવન એક ઉપર ઉપરની રમત જેવું બની રહે છે અને સાધ્ય–હેતુ વગરનું જીવન જીવી મરણ આવે ત્યારે ચાલ્યા જવાનું થાય છે. એવા જીવનમાં કાંઈ મજા નથી, એજ નથી, વિકાસ નથી, ધ્યેયપ્રાપ્તિ નથી અને સાદા શબ્દોમાં કહીએ તો એવું જીવન માત્ર એક ફેરા સમાન છે. ભાવનાની આવશ્યકતા –
આ ભાવનાની આવશ્યકતા કેટલી છે અને ખાસ કરીને આ યુગમાં એની કેટલી જરૂરિયાત છે તે પર સંક્ષિપ્ત વિવેચન ગ્રંથની શરૂઆતમાં “પ્રવેશક”માં આપ્યું છે. વાત એ છે કે અત્યારે આપણું જીવન એટલું તો સંકીર્ણ થઈ ગયું છે કે એમાં આપણે ક્યાં છીએ? અને કયાં ઘસડાતાં જઈએ છીએ ?' એને વિચાર કરતા નથી, વિચાર કરવાનો સમય પણ મેળવતા નથી અને વિચાર કરવાની સામગ્રી એકઠી પણ કરતા નથી. ધર્મધ્યાનમાં કારણભૂત, આત્માનું એની પોતાની સાથે એની મૂળ સ્થિતિમાં અનુસંધાન કરાવનાર આ બાર ભાવનાઓ છે. એ આ શાંતરસના ગ્રંથને મુખ્ય વિષય છે. ભાવનાઓઆપણા આખા જીવનના પ્રકરણનું પૃથક્કરણ કરે છે, આપણે પોતાને પરવસ્તુ સાથે સંબંધ કે છે અને શા કારણે થયેલો છે અને કેટલે વખત ચાલે તે છે તેનું સ્પષ્ટ ભાન કરાવે છે અને તે ધ્યેયપ્રાપ્તિ કેવી રીતે થાય તેના માર્ગો બતાવે છે. આપણે છેવટે ક્યાં જવાનું છે? શું મેળવવાનું છે? અને આપણા પ્રયત્નનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org