________________
માધ્યભાવના
૩૭૩
૧. એવી રીતે અતિ સુંદર ભાવનાઓવડે સુગંધિત થયેલા
હૃદયવાળા પ્રાણીઓ, જેમનું આત્મતત્વ સંશય રહિત હાઈ રોગ્ય પ્રશંસા અને મહત્વને પામેલ છે તથા જે (આત્મતત્ત્વ ) ગુણસમૃદ્ધ છે એવા વિશિષ્ટ આત્મતત્ત્વવાળા પ્રાણીઓ, મેહનિદ્રા અને મમત્વને દૂર કરી દઈને અને વિનય ગુણને સારી રીતે પરિચય કરીને ખરા સત્ત્વવંત થઈ, નિમમત્વ ભાવને પ્રકર્ષ પામીને, મેટા ચક્રવર્તી અને દેવોના પતિ ઇંદ્રથી પણ અધિક એવી પ્રાણીઓના સુખની
અનુપમ લક્ષમીને અને અતિ વિશાળ કીર્તિને શીધ્ર પામે છે. ૨. જે ભાવનાના મહિમા–પ્રભાવથી, અપધ્યાનરૂપ પિશાચની
પીડા જરા પણ જોર પકડી શકતી નથી, જેના મહિમાથી કેઈ અનિર્વચનીય અદ્વિતીય સુખભાવની વૃદ્ધિ ચિત્તને પ્રસન્ન કરે છે અને જેના પ્રભાવથી સુખની તૃમિને દરિયે ચારે બાજુએ ફેલાઈ જાય છે અને જેને લઈને રાગ-રોષ વિગેરે શત્રુન્યના લડવૈયાઓ ક્ષય પામી જાય છે તથા એક છત્ર મેક્ષના રાજ્યરૂપ આત્મઋદ્ધિ સ્વાધીન થાય છે તે ભાવનાઓને,
તમે વિનયથી પવિત્ર થયેલી બુદ્ધિવાળા થઈને સે–ભા. ૩. શ્રી હીરવિજય સૂરીશ્વરના બે શિવે થયા તે (સાંસારિક
પણે પણ) ભાઈઓ હતા. શ્રી સોમવિજય વાચક અને શ્રી કીર્તિવિજય વાચકવર. જિત ચારે તરફ. ઑદિત્ય તૃપ્તિ satiety, satisfaction. fજુ સમુદ્ર, દરિયે. રોષ ઠેષ. વુિમરા દુશ્મનના લડવૈયા. સામી બાજુએ રહી લડનારા. તાત્રાજ એકછત્ર રાજ્ય. વરણા
સ્વાધીન. શ્રાધ્યમ્ ભજે, સેવા, આશ્રય કરે. ૩ સૌ ભાઈઓ, વાવ ઉપાધ્યાય.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org