________________
ધર્મભાવગ્ના
૪. એ ધર્મને ક્ષમા, સત્ય, સંતોષ, દયા વિગેરે આખો પરિવાર
નસીબદાર છે. હે ધર્મ ! તારું શાસન દેવતાઓ, અસુરે અને મનુષ્યથી પૂજિત છે. એ ધર્મ અનેક ભવપરંપરાને નાશ કરે છે. એવા હે ધર્મ ! મારો ઉદ્ધાર કર.
૫. (હે ધર્મ!) તું સગાસંબંધી–પરિવાર વગરનાને ખરે
બાંધવ છે અને સહાય વગરના–આશરા વગરનાને રાતદિવસ આશરે છે. (નોધારાનો આધાર છે) તારી સરખા બંધુને તજી દઈને પ્રાણું ભયંકર સંસાર વનમાં ભૂલા પડી
ભટકે છે. ૬. હે ધર્મ ! તારી કૃપાથી મહાભયંકર જંગલો હોય છે તે
નગર થઈ જાય છે, અગ્નિ હોય છે તે પણ થઈ જાય છે, માટે દરિયે હોય ત્યાં એક સપાટામાં જમીન થઈ જાય છે અને (તારી કૃપાથી) સર્વ મનકામનાની સિદ્ધિ થાય છે, તેથી બીજા ઘણાઓનું મારે શું કામ છે ? હે ધર્મ!
તું એક જ મારું રક્ષણ કર–રક્ષણ કર. ૭. આ ભવમાં તે દશે પ્રકારનું વૃદ્ધિ પામતું સુખ આપે છે,
પરભવમાં ઈન્દ્ર વિગેરે મહાન પદે આપે છે અને અનુકમે
મોક્ષના સુખને આપનારા જ્ઞાનાદિકને પણ આપે છે. ૮. (ધર્મ) સર્વ તંત્રનું નવનીત–માખણ! શુદ્ધ સનાતન !
મુક્તિમંદિરે ચઢવાના દાદર ! વિનયવાન પુરુષોને પ્રાપ્ત થતા શાંત અમૃતના પાન ! હે ધર્મ ! તારો જય હે, જય હો! હે ધર્મ ! મારો ઉદ્ધાર કર–મને પાળ, પાળ !
Jain Education International
For Private & Personal Use Only -
www.jainelibrary.org