________________
માધ્યમ ભાવના
૩૧૯
૫. જે પ્રાણી જે ગતિમાં જવાને હાય છે તેને અનુસારે તેની ચિત્તવૃત્તિએ પરિણામ પામે છે તે તું કેમ જોઇ શકતા નથી ? અને કયા પ્રાણીએ ક્યાં અને કેવા થવું? પેાતાની વિતવ્યતાના પ્રકાર કેમ મુકરર કરવા? તે સમધમાં તારાથી કાઈ પણ પ્રકારની અટકાયત થવી દુષ્કર છે. ( આ હકીકત તું કેમ જોઈ શકતા નથી ? કેમ જાણી શકતા નથી ? કેમ ઘટાવી શકતા નથી?)
૬. ચિત્તને પસંઢ આવે તેવી સમતાને હૃદયથી રમાડ અને માયાનાં જાળાંઓને ખલાસ કરી દે. પુદ્ગલેાની તાબેદારી તુ તદ્દન નકામી કરે છે. કેમકે તારું આયુષ્ય તે મર્યાદિત વખત માટે જ છે. ( માટે તું ઉદાસીનતાનાં સુખને અનુભવ કર. )
૭. આ ( ઉદાસીનતા અથવા અંદર બેઠેલેા ચેતનરામ ) ફાઇની સાથે સરખાવી ન શકાય તેવુ ( અનુપમ ) તીર્થ છે. સદા જાણી શકાય તેવું ચેતન ( જીવન ) છે, અંતરની અંદર બિરાજમાન થયેલ છે, અતિ રમણીય છે અને શુદ્ધ પરિણામમય છે તેને તું વારંવાર સ્મરણુપથમાં લાવ—તેને યાદ કર—તેને ધ્યાવ. એથી ચિરકાળ પર્યં ત શાશ્વત સુખને હે જીવ ! તું પ્રાપ્ત કરીશ. ૮. એ આદાસીન્ય ) પરબ્રહ્મરૂપ ચેતનભાવનું પરમ સાધન છે; એ સ્પષ્ટ રૂપે કેવળ વિશિષ્ટ જ્ઞાન છે. અહે। વિનય ! આ શાંતસુધારસ જેમાં જ્ઞાનનું વિવેચન-પૃથક્કરણ કરવામાં આવેલ છે તેના પાનને તું નિર ંતર કર. અથવા વિનયે કરેલા કૈ વિનયપૂર્વક કરેલા વિવેચનવાળા જ્ઞાનમય આ શાંતસુધારસના પાનને તું કર, તુ એનું પાન કર. તુ અને પી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org