________________
ધર્મભાવના
(ધ્રુવપદ.) અહે તીર્થકર મહારાજે બતાવેલ ધર્મ! તું અનેક મંગળ લક્ષમીનું ક્રીડાસ્થાન છે, તું કરુણ લક્ષણ (સ્વરૂપ) છે, તું મહાધીરજવાન-સ્થિરસ્વરૂપી છે, તું મોક્ષસુખનું સાધન કરી આપનાર છે, તું સંસારના અનેક ભચેનું નિવારણ કરનાર છે, તું જગતને આધાર છે, તે મહાગંભીર–અગાધ સાગર છે, એવા છે જેનધર્મ ! મારે ઉદ્ધાર કર, મારો ઉદ્ધાર કર ! મને બચાવ ! મને બચાવ ! ૧. હે ધર્મ ! તારા મહિમાના પ્રભાવથી આકાશમાં ચડેલાં વાદળાં
પૃથ્વીતળને અમૃતમય જળથી સીંચી દે છે અને સૂર્ય
ચંદ્ર ઊગે છે. ૨. (તારા મહિમાથી) કેઈપણ પ્રકારના આધાર વગરની આ
પૃથ્વી ટેકા વગર ટકી રહી છે આવો વિશ્વની સ્થિતિને મૂળ સ્થંભ જે ધર્મ તેને વિનય(નમકારીપૂર્વક હું
સેવું છું. ૩. જે ભવ્ય પ્રાણુઓ એનું શરણ કરે અથવા સ્મરણ કરે
તે ભવ્ય પ્રાણીઓને દાન, શીલ, શુભ ભાવ અને તપ એ ચાર મુખવડ જેણે કૃતાર્થ કર્યા છે અને જેણે ભય અને શોકને દૂર કરી નાખ્યા છે (એ તે ધર્મ છે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org