________________
કાયલાવના
૩૧મ
સાધનને અભાવે રખડતા બાળકાને અભ્યાસ કરાવવાથી તેને વિકાસ વધારી શકાય. અત્યારે સાળ આંક કે કક્કો મારખડી આવડે તે ઠીક ગણાય અને નામાં આવડે કે પંચાપાખ્યાન વાંચ્યુ હોય તે પાંચમાં પૂછવા લાયક ગણાય એ ધેારણ રહ્યુ નથી. અત્યારના ધેારણને અનુસારે સમાજને અજ્ઞાનના ખાડામાંથી ઊંચા લાવવાના પ્રયત્ન કરવા અને કાઇ પણ પ્રાણી પેાતાની ભાષા તે વાંચી–લખી જાણતા હાવા જ જોઇએ અને તેમાં સ્રાન પણ સમાન સ્થાન મળવુ જોઇએ. અજ્ઞાનમાંથી ઊંચે લાવવાના પ્રત્યેક પ્રયત્ન એ કરુણાભાવનાનું સત્ય સ્વરૂપ છે.
વધારે અભ્યાસ કરવાની ઇચ્છાવાળા માટે અભ્યાસગૃહા, વિદ્યાલયે, આશ્રયસ્થાને કરવાના પ્રશ્ન પણ વિશિષ્ટ આકારે એ જ કક્ષામાં આવે છે. વિજ્ઞાનયુગમાં આ પ્રશ્ન આકરા આકાર ધારણ કરે છે અને તેના નિકાલ કરવામાં ખૂબ વિવેક, અવલેાકન, ચર્ચા અને અમલને અ ંગે જે પારિણામિક કાર્ય થાય તે કરુણાભાવનાનુ વ્યવહારુ સ્વરૂપ છે.
વિશાળ હૃષ્ટિએ કરુણા પેાતાની આવડત અને શક્તિ પ્રમાણે લખાવવી ઘટે. દુનિયાના કેઇ પણ ભાગમાં દુ:ખ, દુકાળ, મહામારી કે ધરતીક’પ થાય તેથી ઉત્પન્ન થયેલા દુ:ખના નિવારણ માટે પ્રયત્ન કરવાની જેની શક્તિ હાય તેણે આખા વિશ્વ પર હાથ લંબાવવેા. અપંગ, દુ:ખી, વ્યાધિગ્રસ્ત ઢારને વાસ્તે તેના દુ:ખ દૂર કરવા વ્યવસ્થિત અને અર્વાચીન પદ્ધતિસરની પાંજરાપાળે કાઢવી, એમાં મુદ્દો કોઇ પણ પ્રાણીના દુ:ખના ઉપાય કરવાના રાખવા. એના આગ ંતુક લાભ તરીકે આર્થિક દૃષ્ટિએ એ પ્રશ્ન જરૂર વિચારવા, પણ એમાં પ્રેરકભાવ તા વિશ્વવ્યાપી કારણને જ અપાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org