________________
કાયલા•વના
૨૯૯
આવા પ્રસંગો જોઈ સહૃદય પ્રાણીનું મન જરૂર દ્રુવે. એ એવા પ્રસંગેામાં ગુંચવાઈ ન જાય, એ એવા પ્રસ ંગે નાસભાગ કરવા ન લાગે, એ ડરી પણ ન જાય. એની અવલાકન શક્તિ એ પ્રસંગાનાં મૂળ શેાધે અને પ્રાણીને તાત્કાળિક અનુગ્રહ તા જરૂર કરે અને દુ:ખમાંથી બહાર કાઢવાની ઇચ્છા કરે અને ભિવબ્યમાં એવા પ્રસંગે ન આવે તે માટે ખૂબ વિચારણા કરે. આવા પ્રસંગાને વિચારવા, તેના તાત્કાળિક ઉપાયા યાજવા અને તેના નિમિત્ત કારણ દૂર કરવા ઉપરાંત ઉપાદાન કારણેાને પણ શેાધી બહાર કાઢી બતાવી તે તરફ પણ પ્રાણીઓનું ધ્યાન ખેંચવું એ વિશાળ ભાષ આ કરુણા ભાવનામાં પ્રાપ્ય થાય છે.
ઘણા પ્રસંગેામાં મૈત્રી ભાવનાના અને કરુણાભાવનાને પ્રસગ ખહુ નજીક આવી જાય છે અને કેટલીક વાર તે એક બીજામાં સંક્રમણ કરે છે. ‘ સર્વ સુખી થાએ' એવી ભાવના મૈત્રીપ્રેરિત ભાવિતાત્મામાં જેટલી શક્ય છે તેટલી જ કરુણા પ્રેરિત આત્મામાં શકય છે. માત્ર પ્રસંગ શે છે અને પરિસ્થિતિ શી છે ? તેના નિરાકરણ ઉપર જ તે ભાવનામાં કઇ પ્રવર્તે છે તેના નિણ ય કરી શકાય.
:
કોઇ પ્રસંગેામાં બન્ને ભાવનાએ એકબીજામાં અન્ત ત અને તા તેમાં કાઇ પ્રકારના વાંધા નથી. વિશાળ ષ્ટિમાં અન્નેની આવશ્યકતા એક સરખી છે. મૈત્રીમાં પ્રેમ' એના શુદ્ધ વ્યાપક અર્થમાં મુખ્ય સ્થાન લે છે અને કરુણા ભાવનામાં ‘ દયા’ એના વ્યાપક અર્થમાં મુખ્ય સ્થાનકે આવે છે. બન્નેમાં હૃદયની વિશાળતા છે. તીર્થંકર દેવ સર્વ જીવને શાસનરસીઆ કરવા ભાવના કરે છે તેમાં મૈત્રી અને કરુણા ભાવનાની મિશ્રતા છે તે ખરાખર વિવેક કરવાથી સમજાઇ શકાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org