________________
ઉપસંહાર
કરુણા
કરુણ ભાવનાનું સ્વરૂપ રજૂ કરતાં શ્રી જ્ઞાનાર્ણવકાર નીચેનાં ત્રણ લેકે રજૂ કરે છે તે બહુ અર્થસૂચક અને ગંભીર છે.
दैन्यशोकसमुत्रासरोगपीडार्दितात्मसु । वघबन्धनरुद्धेषु याचमानेषु जीवितम् ॥१॥ क्षुत्तृश्रमाभिभूतेषु शीताद्यैर्व्यथितेषु च ।। अविरुद्धेषु निस्त्रिंशैर्यातमानेषु निर्दयम् ॥ २ ॥ मरणार्तेषु जीवेषु यत्प्रतीकारवाञ्छया ।
अनुग्रहमति: सेयं करुणेति प्रकीर्तिता ॥ ३ ॥ “જે પ્રાણ દીનતાથી, શોકથી, ત્રાસથી, રેગથી, પીડાથી દુઃખિત હાય, વધ–બંધનથી રુંધાઈ ગયેલ હોય, પિતાના જીવન માટે પ્રાર્થના કરતા હોય, ભૂખ, તરસ, થાકથી પીડિત હોય, ઠંડી વિગેરેથી હેરાન થઈ ગયેલ હોય, દયા વગરના પ્રાણીઓથી:નિર્દેયપણે મરાઈ મરાઈને હેરાન થઈ ગયેલો હોય અથવા મરણુત કષ્ટ પ્રાપ્ત થઈ ગયેલ હોય–એવા કઈ પણ પ્રકારના પ્રાણુના દુઃખમાં તેના દુઃખને ઉપાય કરવાની ઈચ્છાપૂર્વકની જે ઉપકાર બુદ્ધિ તેનું નામ કશું કહેવાય છે.”
આ સૂત્રમાં સંક્ષેપમાં કરુણું ભાવનાને આદર્શ મુદામ રીતે બતાવવામાં આવ્યો છે. માત્ર એમાં સ્થળ કરુણાના પ્રસંગે બતાવ્યા છે એ ધ્યાનમાં રાખવું. એમાં જે દીનતાથી માંડીને કરુણાના પ્રસંગે બતાવ્યા છે તે સર્વેના સંબંધમાં ઉપાય ( પ્રતિકાર) કરવાની ઈચ્છાપૂર્વક ઉપકાર કરવાની બુદ્ધિ તે કરુણા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org