________________
પ્રોદભાવગ્ના
૨૫૫
દુનિયાની જંજાળમાંથી જરા મુક્ત થઈ કઈ પર્વતના શિખર પર કે ગિરિકંદરામાં કે વનપ્રદેશમાં બેસી જરા મહાપુરુષોનાં યશગાન ગાઈએ, ત્યાં બેસી “અબ હમ અમર ભચે ન મરે ગે” એવા ભાવ ગાઈએ, એના ગાનારને યાદ કરીએ, નિશદિન એના રટણ કરીએ ત્યારે જે અનિર્વચનીય આલાદ થાય તે વચનાતીત છે, શબ્દાતીત છે, વર્ણનાતીત છે.
મનને વિશાળ કરનાર, આદશને નિર્મળ કરનાર, દુનિયાના સત્ત્વશાળી પુરુષને પોતાની કુખમાં લાવનાર, સદા ઉજજવળ બાજુ ઉપર લક્ષ્ય રાખનાર પ્રમોદ ભાવમાં શાંતસુધારસની જમાવટ છે, રેલછેલ છે, આનંદ મહોદય છે અને પ્રગતિ મંદિરનું તે ખરું સોપાન છે. શ્રીમદ્વિનયવિજય ઉપાધ્યાય પ્રમાદપૂર્વક પ્રમોદભાવમાં લીન થવા પ્રેરણું કરે છે. એ માગે પ્રગતિ કરી ધર્મધ્યાનનું અનુસંધાન કરે.
ફત પ્રમોમાવના. ૨૪.
જિહુવા ડાહી થઈને ગુણીના ગુણનું પ્રેમે કરજે ગાન. અન્ય કીર્તિને સાંભળવાને સજજ થજે હે બંને કાન; પ્રઢ લક્ષ્મી બીજાની નીરખી નેત્ર તુમ નવ ધરેજે રેષ, પ્રમાદ ભાવનાભાવિત થાશે તે મુજને તુમથી સંતોષ.
પં. અમૃતવિજયજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org