________________
મિત્રી ભાવના
૧૮૧ * : “જનતા” નો અર્થ સાધારણ રીતે મનુષ્યસમૂહ-સાધારણ જાહેર પ્રજા એ થાય, પણ અહીં આખા પ્રાણીસમૂહને ઉદ્દેશીને એ શબ્દનો પ્રયોગ થયે છે. એ શબ્દ ન ધાતુ પરથી નીકળે છે અને એમાં જે જન્મ લે તે સર્વનો સમાવેશ થાય છે. જૈન દર્શનમાં મિત્રીના આ વિશિષ્ટ તત્ત્વ પર અગાઉ ધ્યાન ખેંચ્યું છે. વિશાળ મિત્રભાવ સમસ્ત પ્રાણવર્ગ સુધી લંબાય છે. એમાં પોતાના ધર્મબંધુ કે મનુષ્યસમાજની મર્યાદા નથી પણ સર્વ ગતિના સર્વ પ્રાણીઓ સુધી એની વિશાળતા લંબાય છે.
૨. ઉપર ૬ કલેકમાં જણાવ્યું તે દલીલ મુજબ તારા સર્વ પ્રાણીઓ “બંધુઓ” છે. માતા, પિતા, સ્ત્રી, ભાઈ, બહેન, પુત્ર આદિ સગાઓનું સમુચ્ચય નામ “બંધુ” છે અને તારા સગપણને વિશાળ નજરે વિચાર કરીશ તે સર્વ તારા બંધુઓ છે. તારા એક અથવા બીજા સંબંધમાં સર્વ પ્રાણુઓ અનેક વખત આવી ગયા છે. આ દષ્ટિએ જોતાં તારે કોઈને પિતાના દુશમન કે પરાયા ગણવા ન ઘટે.
આ તો ભવાંતરની વાત થઈ. કેઈ પ્રશ્ન પણ ઉઠાવે કે એ વાતની પ્રતીતિ કેમ થાય ? એમને પણ સર્વત્ર મિત્રભાવ રાખવા માટે બીજા દષ્ટિબિન્દુથી સમજાવે છે. કેઈને શત્રુ ગણ અથવા કેઈના તરફ શત્રુવટ રાખવી એટલે દ્વેષ થ, દ્વેષ એટલે અંતઃકરણની કાલીમા-કાળાશ અને એ કાળાશથી મન ગંદું (કલુષિત) થાય છે.
મનને રૂપી દ્રવ્ય સમજીએ તો તેમાં શુક્લ વર્ગણ અને શ્યામ વણ સંભવે છે, અને તે તેમ જ છે. પ્રત્યેક વિચારને આકાર હોય છે અને જેને વિશિષ્ટ જ્ઞાન (મન:પર્યવજ્ઞાન) થાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org