________________
મૈત્રી ભાવના
૧૭૫ મૈત્રી ભાવના જેના હૃદયમાં જાગે અને સર્વ પ્રાણીઓને કુટુંબી જાણે ત્યારે એની લાગણી બૂઠી થઈ ન જાય, એ સર્વ જી તરફ બેદરકાર થઈ ન જાય, એને તો સર્વ જીવોને મોક્ષ કેમ થાય? અને આ સંસારચક્રમાંથી પ્રાણીઓ કેમ મુક્ત થાય? તેની જ ચિંતા થાય અને તેને અંગે જ ભાવનાઓ થાય. શાસ્ત્રકાર આને ખરી “ભાવદયા કહે છે. એમાં સર્વ પ્રાણ તરફ આવી મહાકૃપા અંતરથી જાગે છે. તીર્થકરને જીવ પૂર્વભવમાં આવી અપૂર્વ દયા ધારણ કરે છે તે કઈ પણ તીર્થકરનું ચરિત્ર વાંચતાં પ્રાપ્ત થશે. સર્વ જી શાસનરસી થાય એ એમની ભાવના હોય છે. એ જેનશાસન પિતાનું શાસન છે માટે અન્ય સ્વીકારવું જોઈએ એમ ભાવે નહિ, પણ ભવભ્રમણના ભયથી મુક્તિ અપાવનાર અને સંસારની સર્વ ઉપાધિ દૂર કરનાર આ અપ્રતિહત માર્ગ પ્રાપ્ત થઈ ગયું છે તેને લાભ સર્વ જીવોને કેમ સત્વર મળે તે પ્રકારની જ તમન્ના તેના દિલમાં જાગે છે. આવી વિશાળ દષ્ટિએ સર્વને દુઃખથી મુક્ત કરી, સંસારભ્રમણની જાળમાંથી છોડાવી અનંત કાળ સુધી અવ્યાબાધપણાનું સુખ મળે અને ચોરાશી લક્ષ જીવનિના ફેરામાંથી તેમને બચાવ થાય એ મહાવિશુદ્ધ ભાવના સત્પથગામીને હદયના ઊંડા ભાગમાં થાય છે. મૈત્રીનો એક વિશાળ આવિર્ભાવ અત્ર રજૂ કર્યો.
સ. ૮. મૈત્રીના બીજા આવિર્ભાવ કેવા હેય તેનાં દષ્ટાન્તો અત્ર આપે છે. આ તો સંક્ષેપમાં પ્રસંગે રજૂ કર્યા છે. તે અનુસાર વિશાળ મૈત્રી ભાવનાના બીજા આવિર્ભાવ કલ્પી લેવા.
સાર્વત્રિક પ્રેમભાવવાળો પ્રાણી અંતરથી ઈછે કે પ્રાણીએના અંતરના રંગે રાગ-દ્વેષ વિગેરે છે. રાગ એ મીઠો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org