________________
બેધિદુર્લભભાવના
૧૧૧ ૧. બેધિને અતિ દુર્લભ સમજ, મળવી ઘણું મુશ્કેલ સમજ. દરિયાના ઊંડા જળમાં પડી ગયેલા ચિંતામણિ રત્નને ન્યાયે કરીને તેને દુર્લભ સમજ. (પ્રાપ્ત થયેલ સામગ્રીનું) સારી રીતે પરિપાલન કર. અહીં તારું પોતાનું હિત સાધ અને તારી પિતાની શક્તિથી હલકી ગતિ(દુર્ગતિ )ને અટકાવી દે.
૨. આ મહાભયંકર સંસારરૂપ અરણ્ય (જંગલ) અનેક નિગદ વિગેરેની કાયસ્થિતિને લઈને અતિ વિશેષ વિસ્તારવાળું (લાંબું) થયેલ છે તથા મોહ મિથ્યાત્વ વિગેરે ચેરેનું પ્રધાન નિવાસસ્થાન છે. તેમાં ભમતાં-રખડતાં ચક્રવતીના ભજન વિગેરેની પેઠે મનુષ્યને ભવ મળ મહા-મુશ્કેલ છે.
૩. આ સંસારમાં કદાચ મનુષ્યનો દેહ પ્રાપ્ત થાય પણ જે તે અનાર્ય દેશમાં થાય તો તો ઊલટે તે નુકશાન કરનાર બને છે. કારણ કે પ્રાણવધ વિગેરે પાપ આશ્રાની આસક્તિવાળા ત્યાંના મનુષ્યોને તે માઘવતી વિગેરે નરકને રસ્તે લઈ જનાર થાય છે.
૪. આર્ય દેશ પ્રાપ્ત થયેલા અને ઉચ્ચ કુળમાં જન્મેલા પ્રાણીએને પણ ધર્મતત્વને અંગે જાણવાની ઈચ્છા થવી ઘણી મુશ્કેલ છે. મૈથુન, પરિગ્રહ, ભય અને આહારસંજ્ઞાની પીડાઓને લઈને જગત અતિ વિચિત્ર પરિસ્થિતિમાં ગરકાવ થઈ જાય છે–ભારે ગડમથલમાં પડી જાય છે, પડી ગયેલ છે.
એને
પરિગ્રહ, ભય અતિમાં ગરકાવ થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org