________________
બેધિદુર્લભ ભાવના
૧૦૯ . ક. એ મનુષ્યત્વ પ્રાપ્ત કરીને પણ આ મૂખ પ્રાણું મહામહ અથવા મિથ્યાત્વ કે માયા-કપટથી ઘેરાઈ જાય છે અને પરિણામે રખડપાટી કરતો સંસારના મોટા અગાધ કૂપમાં વધારે ઊંડે ઉતરતો જાય છે. આ પ્રાણુ ધર્મ સાધનસામગ્રીરૂપ બધિરત્નને ક્યાં મેળવે ? એવાના પત્તા ક્યાં જાય ?
. ૧. મતમતાંતરે અને મતભેદો અનેક પ્રકારના થઈ ગયા છે, ડગલે ને પગલે બુદ્ધિશાળી–મતિવાળા લોકોને પાર નથી, અને તેમાં અનેક પ્રકારની કુયુક્તિઓને આશ્રય કરીને પોતપોતાનાં મંતવ્યની પુષ્ટિ–વૃદ્ધિમાં રસ લે છે, દેવતાઓ અત્યારે કોઈપણ પ્રકારની સહાય કરતા નથી અને અત્યારે કોઈ વિશિષ્ટ જ્ઞાન કે તે અતિશય છે નહિ. આવા વખતમાં તે જે ધર્મ ઉપર દઢ રહે તેને ખરે નસીબદાર સમજ.
૨. ૬. જ્યાં સુધી આ શરીર વ્યાધિઓથી તદ્દન ખલાસ ન થઈ જાય, જ્યાંસુધી વૃદ્ધાવસ્થાથી જર્જરિત ન થઈ જાય,
જ્યાં સુધી સર્વ ઇંદ્રિયે પિતપેતાના વિષયમાં ઉતરવાની સ્થિતિમાં રહેલી હોય અને જ્યાં સુધી આયુષ્ય પૂર્ણ થયું ન હોય ત્યાં સુધીમાં સમજુ માણસોએ પિતાના હિતને માટે પ્રયત્ન કરે જોઈએ, કારણ કે સરોવર તૂટી જાય અને પાનું ધોધબંધ ચાલવા માંડે, પછી પાળ કઈ રીતે બાંધી શકશે?
જી. ૭. અનેક પ્રકારના ઉપદ્રવને આધીન શરીર છે અને આયુષ્ય ક્ષણભંગુર છે છતાં પણ કઈ જાતની ધીરજને ટેકે લઈને મૂઢ પ્રાણીઓ પિતાના ખરા હિતની બાબતમાં વ્યથા કાળ નિર્ગમન કરે છે ? (એની કાંઈ ખબર પડતી નથી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org