________________
બોધિદુર્લભભાવના
૧૭,
. ૨. જે (બધિરત્ન) થી આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવા દેવતાઓના સ્વર્ગની સંપત્તિના ભેગવિલાસ અને તેથી અનેક પ્રકારના આનંદ ઉલ્લાસ પ્રાપ્ત થાય છે અને ત્યારપછી પણ અનેક ભોગવિલાસથી ભરપૂર સારા કુળમાં જન્મ થાય છે, જે અદ્વૈત બ્રાની પ્રકૃષ્ટ પદવી પ્રાપ્ત કરાવનાર છે, જે અદ્વિતીય છે અને જે પ્રાપ્ત થવું મહામુશ્કેલ છે તે બધિરત્નને હે વિશાળ બુદ્ધિવંતે ! ખૂબ સે.
૩. ૨. નિગદના અંધકૃપમાં ભરાઈ પડેલા અને વારવાર થતા જન્મ અને મરણનાં દુઃખની પીડાથી હેરાન થઈ ગયેલા જીવોને પરિણતિની એવી વિશુદ્ધિ કયાંથી થાય કે જેના વડે તેઓ એ નિગદમાંથી બહાર નીકળી આવે ?
૪. રૂ. તે (સૂફમનિદ) માંથી કદાચ બહાર નીકળે તે પ્રાણીને બાદર સ્થાવરપણું પ્રાપ્ત થાય છે, પણ ત્રસ પણું મળવું મુશ્કેલ છે. ત્રસપાછું મળી જાય તો તેમાં પણ પંચંદ્રિયપણું મળવું દુર્લભ છે, પંચેંદ્રિયપણું મળી જાય તે પર્યાપ્ત થવું મુશ્કેલ છે, પર્યાપ્તત્વ મળે તે પણ સંજ્ઞીપણું મળવું મુશ્કેલ છે, તે મળે તો સ્થિર આયુષ્ય મળવું મુશ્કેલ છે અને તે મળી જાય તો પણું મનુષ્યત્વ દુર્લભ છે.
. રૂ. ૨થાવત્વે એકેદ્રિયત્ન (નેટ). રત્વે બે ત્રણ ચાર પાંચ ઇક્રિય હોવાપણું. પણ પૂરી પર્યાપ્તિવાળા (નોટ) પશિ સંસીપણું. (નેટ). થિર દીર્ઘ, નીવિડ, નિશ્ચળ. મનુષ્યત્વ મનુષ્યપણું.
ઇ. કે. મિથ્યાત્વ અજ્ઞાન (નેટ) માથા પરવંચન, દંભ, કપટ. ૩પપૂઢ: વીંટળાઈ વળેલ. મન્નો ઊંડો ગરકાવ થઈ ગયેલું. જેનો પાર ન આવે તેવો ઊડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org