________________
અનિત્યભાવના.
૪. અનુત્તર વિમાનમાં વસનારા દેવ સુધીનું સુખ સર્વોત્કૃષ્ટ ગણાય,
તે પણ સમય પૂરો થાય-કાળ પ્રાપ્ત થાય—આયુ પૂર્ણ થાય ત્યારે પૂર્ણ વિરામ પામે છે, તેથી ભાઈ ! તું ખૂબ વિચાર કરીને જો કે આ સંસારમાં રહેલી કઈ વસ્તુ એથી વધારે
સ્થિર છે? અથવા હોઈ શકે? ૫. જેની સાથે આપણે રમ્યા–ખેલ્યા, જેની આપણે સારી
રીતે પૂજા–સેવા કરી, જેની સાથે આપણે વિદ–વાર્તાઓ કરી તેવા તેવા માણસોને રાખમાં રગદોળાતાં આપણે નજરે જોયા અને છતાં આપણને જાણે કાંઈ થવાનું નથી એમ ધારી નિશ્ચિત્ત થઈને (છાતી કાઢીને) ઊભા રહીએ છીએ!
આવા પ્રમાદને આવી મેટી ભૂલને ધિક્કાર છે ! ૬. (આ દુનિયામાં) ચેતન અને અચેતન સર્વ ભાવે સમુદ્રમાં આવતાં મેજાંઓની પેઠે એક વાર ઊઠે છે–જામે છે અને પાછા તુરત જ શમી જાય છે. (અહીં) સગાસંબંધી અને ધનને સંબંધ ઇંદ્રજાળ જેવો છે. જે પ્રાણુઓ તદ્દન
મૂઢ-ભૂખ હોય તે જ એમાં રાચામાચી જાય છે. ૭. ત્રસ અને સ્થાવર જીવોથી ભરેલા આખા જગતને જમરાજા
એક ક્ષણ પણ અટક્યા વગર આખે વખત ગળી જ જાય છે (ખાઈ જાય છે-કેળીઓ કરી જાય છે), પણ કદી ધરાતે નથી. એ કાળ પોતાના મુખમાં આવ્યા તેને હાઈચાં કરી જાય છે ત્યારે તેની હથેળીમાં રહેલા આપણે અંત છેડે)
કેમ નહિ આવે? ૮. આત્માનું ચિદાનંદમય રૂપ જોઈને તું એલા નિત્યસુખને
અનુભવ કર. આ સંસારમાં અહીં પ્રશમરસરૂપ તાજા અમૃતરસને આકર્ષણ કરવારૂપ ઉત્સવ સંતપુરુષોને વારંવાર હો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org