________________
અનિત્ય-ભાવના.
અષ્ટકના અઃ( અનિત્ય ભાવના )
એ
આ ગેય વિભાગ ‘ તાર હા તાર પ્રભુ મુજ સેવક ભણી લયમાં ખરાખર ગાઇ શકાય છે. એના અર્થ નીચે પ્રમાણે છે:
પ
ધ્રુવપદ:-મૂઢ ચેતન ! તારાં (સ્રી, પુત્ર, સગા-સંબંધી) પિરવારના અને તારી દાલત શેઠાઇ આદિ વૈભવને વાર વાર વિચાર કરીને તુ ફ્રાકટ મુંઝાયા કરે છે. અરે મૂઢ ! તું ખરેખર ફેકટ ×ીકર-ચિંતા કરે છે ! અરે વિનય ! પવનથી ડડાટ હાલતાં દર્ભ ( ઘાસ )ની અણી પર રહેલાં પાણીનાં ટીપાં જેવા ( અસ્થિર ) તારા જીવતરને તુ અસાર જાણું.
૧. તું જો ! ઇંદ્રિયજન્ય વિષયસુખની સાથે તારે જે ઢાસ્તીસંબંધ છે તે તે ક્ષણિવનાશી છે અને જોતજોતામાં હાથતાળી દઈને નાસી જાય તેવા છે, અને આ સંસારનાં સ્વરૂપા છે તે તેા ઝમકારા મારતી વીજળીના ચમકારને ખરાખર ખ્યાલ આપે છે-ચમકારાના વેગને અનુસરે છે. ૨. અરે ભાઇ ! આ જોબન( યુવાની ) છે તે તેા ખરેખર કુતરાની પુંછડી જેવું (વાંકુ) છે અને તેવુ છતાં વળી જોતજોતામાં ખલાસ થઈ જાય તેવુ છે. એવા જોમનીઆને જે પરવશ પડ્યા તે ખરેખર પારકાને આધીન પડી જઇ મંદ બુદ્ધિવાળા થઈ જાય છે. ( એવા પ્રાણીએ ) કયાં કયાં કડવાં ફળ ન પામે ? ૩. ઘડપણુ (જરા) જે ત્રણ ભુવનમાં ન જીતી શકાય-વશ ન કરી શકાય તેવું છે તે શરીરનું સારસાર પી જાય છે અને તેથી આ શરીર તદૃન રસ વિનાના ખાળ જેવું થઇ જાય છે, તા પણ લાજ–શરમ વગરનું પ્રાણીનુ મન અડવા કે સુ ઘવા ન ગમે એવા કામદેવના ચાળા ચસકાને એના વિકારાને છેડતુ નથી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org