________________
N
શ્રીક્ષાંત સુધારસ
મેળવે છે. બાહ્ય શત્રુ તે। દુનિયાદારીના હાય છે અને તે પર વિજય મેળવવા તે તેા સામાન્ય વાત છે, પણ અંદરના શત્રુ માહરાજાના લશ્કરીએ પર વિજય મળે તેા ભારે વાત થાય. તપ એ સર્વ કરે છે. લબ્ધિસિદ્ધિ પણ પ્રાપ્ત કરી આપે છે અને સ્વર્ગ કે મેાક્ષ પણ અપાવે છે. આવા તપ ખરેખર વિશ્વવંદ્ય છે.
ધર્મની શરૂઆત દાનધર્મથી થાય છે અને સત્યાગમાં તે પવસાન પામે છે. સ ત્યાગમાં છેવટે એને શરીર ઉપર પણ મમત્વ રહેતા નથી અને આગળ દાખલા કહેવામાં આવશે એવી નિ:સ્પૃહ વૃત્તિ એ જમાવે છે. આવા વિશ્વવદ્ય તપને નમસ્કાર કરૂ છું.
નિર્જરા ભાવનાઃ—
ગેયાષ્ટક પરિચય
૧. વિનય ! તારે જો સાચ્ચે પહોંચવાની ચોક્કસ મરજી હાય તા તુ તપના મહિમાનું ખૂબ ચિન્તવન કર. તપના મહિમા તારે શા માટે ગાવા તેનાં કારણેા આ અષ્ટકમાં અનેક બતાવ્યાં છે તે વિચારવા પહેલાં તને એક વાત કહેવાની છે તે પુનરાવનને ભાગે ફરી વાર કહેવાની જરૂર છે. તપમાં આપણે જે ઉપવાસ, અનશન, વૃત્તિસ ક્ષેપ કરીએ છીએ એની કારણરૂપે જરૂર આવશ્યકતા છે, પણ જ્યાં જ્યાં તપની વિશિષ્ટતા બતાવી હાય ત્યાં ત્યાં અભ્યંતર તપને પ્રાધાન્ય આપવું અને ઉક્ત બાહ્ય તપેાને નિમિત્ત કારણ તરીકે સાથે રાખવાં. શ્રીમદ્યશેાવિજય ઉપાધ્યાય જ્ઞાનસાર–તપાષ્ટક (૩૧મા)માં કહે છે કે—જ્ઞાનમેવ વ્રુધા प्राहुः कर्मणां तापनात्तपः । तदाभ्यन्तरमेवेष्टं, बाह्यं तदुपबृंहकम् ॥
',
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org