________________
૪૭૪
શ્રી-શાંતસુ ધારસ
અગત્યનું સ્થાન છે. તપને સારામાં સારા આકારમાં આવવાનું કારણ ભાવ–આંતર પરિણામ ઉપર રહે છે. અને ભાવની સાથે દઢતાને બહુ ગાઢ સંબંધ છે. ખૂબ ભૂખ લાગી હોય, ઉપવાસ કર્યો હોય, સામે ખાવાની વસ્તુઓ પડી હોય તે વખતે દઢતા રાખવી એ મુકેલ છે. એથી પણ વધારે મુશ્કેલી ધ્યાન કે કાઉસ્સગ્નમાં ઉપસર્ગાદિ પ્રસંગે સ્થિરતા રાખવામાં છે. એવે પ્રસંગે અંતરથી દઢતા રહે ત્યારે ખરે તપ થાય છે અને એ તપ અત્ર કહેવામાં આવનાર પરિણામ નીપજાવી શકે છે.
ભરત ચક્રવત્તી જેવા છ ખંડના સ્વામી! એણે રાજ્યપ્રાપ્તિ માટે લેહીની નદીઓ ચલાવી. છ ખંડ તાબે કર્યો, પણ તે પુત્ર રાષભદેવના હતા. એને કદી પણ છ ખંડના રાજ્ય સાથે તાદામ્યભાવ થયેલે જ નહિ. એનું આખું જીવન સાક્ષીભાવનું અનુપમ દષ્ટાન્ત પૂરું પાડે છે. ચકરત્ન ઉત્પન્ન થયું તેની વધામણી અને પિતાને કેવળજ્ઞાનની પ્રાપ્તિની વધામણી બન્ને સમાચાર સાથે આવ્યા ત્યારે એણે પિતા પાસે જવાનો વિચાર કર્યો. એ નિર્ણય જે મહાનુભાવ કરે તે સાક્ષીભાવ સમજી શકે. આપણને પાંચ પચીસ રૂપિયાની પ્રાપ્તિ થતી હોય તો ધર્મને વિસરી જઈએ છીએ. આ વિશિષ્ટતા જે વ્યક્તિમાં હતી તે છ ખંડ સાધ્યા પછી એક વખત આરિલાભુવનમાં બેઠા હતા ત્યાં આંગળીમાંથી એક વીંટી નીકળી ગઈ. આંગળી અડવી લાગી. આટલા નાના બનાવથી એ ધ્યાનધારાએ ચડ્યા અને ધ્યાન એ કેવું કાર્ય કરે છે તેને દાખલો પૂરા પાડ્યો. પાંચમી અન્યત્વ ભાવના ભાવતાં ગૃહસ્થપણમાં એણે તીવ્ર નિકાચિત કર્મોને કાપી નાખ્યાં અને આરિસાભુવનમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ભાવનાનું આ અનુપમ દષ્ટાન્ત છે, ભાવ–આંતરમાનસિક પરિણામ-કઈ હદ સુધી વિકાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org