________________
નિર્જરાભાવના.
४६३ ૫. (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વૈયાવચ્ચ, (૩) સ્વાધ્યાય, (૪)
વિનય, (૫) કાત્સર્ગ અને (૬) શુભ ધ્યાન–આ આત્યંતરતપ છે.
૬. કોઈ પણ પ્રકારના ફળની ઈચછા વગર કરેલું તપ હોય
તો તે તાપને શમાવે છે, પાપને વિનાશ કરે છે, મનહંસને ક્રીડા કરાવે છે અને દુ:ખે કરીને જીતી શકાય તેવા આકરા મોહને પણ હરી લે છે. તે વિનય! તપના
મહિમાને સારી રીતે ભાવ. ૭. તપ સંયમ-લક્ષમીનું સાચું વશીકરણ છે, નિર્મળ એક્ષ
સુખનો કોલ છે, ઈચ્છિત પૂરનાર ચિંતામણિરત્ન છે. એ તપને વારંવાર આરાધ–એનું સારી રીતે આચરણ કર. એ તપ કર્મોરૂપ વ્યાધિઓનું ઔષધ છે અને જિનપતિને મત એ ઔષધને લગતું અનુમાન છે. તે વિનય! સર્વ સુખના ભંડારરૂપ આ શાંતસુધારસનું પાન તું કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org