________________
૦૪૦૦en૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦%
૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પ્રસ્તાવનાને સામાન્ય અર્થ
૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૧ જે સંસારરૂપ વન (જંગલ) બહાર નીકળવાના રસ્તા વગરનું છે, જે ચારે તરફથી વરસતા પાંચ પ્રકારના આશ્રવરૂપ વાદળા-વરસાદવાળું છે, જે અનેક પ્રકારનાં કર્મોરૂપ લતાઓ (ડાળ)થી ખૂબ ગહન બનેલું છે અને જે મેહરૂપી અંધકારથી
વ્યાપ્ત છે તે જંગલમાં ભૂલા પડેલા પ્રાણીઓને સ્થિર કરવાને વાતે કરૂણાભાવથી પવિત્ર થયેલ આત્માવાળા તીર્થાધિરાજેએ સુધારસથી ભરપૂર અને અતિ આનંદને આપનાર વાણુને વિસ્તાર ક્યા છે–તે વાણી તમારું સંરક્ષણ કરે. ૨ ભાવના વગર વિદ્વાનોનાં મનમાં પણ શાંતિરૂપ અમૃતને
રસ (શાંતસુધારસ) જાગતું નથી–પ્રગટતો નથી અને આ મેહ તેમ જ સંતાપરૂપ ઝેરથી ભરેલા સંસારમાં એ (રસ)
વગર લગાર માત્ર પણ સુખ (જેવું કાંઈ ) નથી. ૩ બુદ્ધિમાને ! વિચારકે ! આ સંસારમાં રખડપાટે કરવાના થાકથી તમારું મન ઉંચું થઈ ગયું હોય અને જેને કદિ નાશ ન થાય એવું ( અનંત) અંત-છેડા વગરનું (સ્થાયી) સુખ પ્રાપ્ત કરવા સન્મુખ તમારું મન થયું હોય તો સુંદર ભાવનાઓથી ભરેલ મારે શાંતસુધારસ ગ્રંથ (શાંત અમૃતરસ) સાંભળો. ૧ આશ્રવ કર્મને ગ્રહણ કરવાના માર્ગો પાંચ છેઃ મિથ્યાત્વ, મવિરતિ, પ્રમાદ, કષાય, યોગ. એ દ્વારા કમ આત્મા સાથે જોડાય છે. અથવા પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ એ પ પાંચ આશ્રવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org