________________
૧૬
શ્રી શાંતસુધારસ
ચાર ભાવનાએ પણુ અતાવવામાં આવશે અને યોગપ્રગતિમાં તેમનાં સ્થાનને પણ ખ્યાલ કરવામાં આવશે.
મતલબ આપણા વિચારાની સ્પષ્ટતા કરવા, આપણે કયાં છીએ તે સમજવા, આપણા સમધા અને આપણા ભાવાનુ પૃથક્કરણ કરવા આ અનુપ્રેક્ષા અને ધ્યાનહેતુભૂત ભાવનાઓને ઘણું અગત્યનું સ્થાન છે અને અત્યારના અતિ પ્રવૃત્તિમય જીવનમાં તે ખાસ સ્થાન છે. આપણે કઇ જાતના ઉંડા વિચાર ર્યા વગર દોડ્યા જ કરીએ છીએ અને શું કરીએ છીએ તેના ખ્યાલ થાય તે પહેલાં તા પ્રમાદમાં પડી જઇએ છીએ. આપણને સ્વપ્ના પણ દોડાદોડીનાં જ આવે છે અને પાછા જાગીએ છીએ એટલે વળી દોડાદોડીમાં પડી જઇએ છીએ. પથારીમાંથી નીચે પગ મૂકીએ ત્યાં દરરોજનુ છાપુ પડયુ. હાય, ત્યાં આત્મારામને કે શાંતિને વિચાર કયાંથી આવે ?
આ અસહ્ય સ્થિતિ કાઇ પણ રીતે ચલાવવા ચેાગ્ય નથી. સાધ્ય વગરનું જીવન નિરર્થક છે, આદર્શ વગરનું જીવન સુકાન વગરના વહાણ જેવું છે અને અર્થ વગરની દોડાદોડી તદ્દન હાંસી કરાવનાર છે.
આ રીતે આ ગ્રંથના વિષયને અને તેની ઉપયુક્તતાના પરિચય કરાવ્યા પછી હવે આપણે ગ્રંથકર્તાની સાથે ચાલીએ. પ્રત્યેક પ્રકાશને છેડે એ વિષય પર અન્ય વિચારકાના વિચાર પણ ગ્રહણ કરશું અને સાથે સાથે બીજી અનેક પ્રાસગિક વાતા પણ કરશુ. શબ્દાર્થ જાણનારની સગવડ જળવાય, માત્ર મૂળ વાંચનારની પણ સગવડ જળવાય એ પદ્ધતિએ આ વિવેચનવિચારણા કરવામાં આવશે. પરિશિષ્ટમાં મહાબુદ્ધિશાળી ગ્રંથ રચયિતાનું ચરિત્ર ઉપલભ્ય થશે તે બતાવવા પ્રયત્ન થશે. આટલે પ્રવેશક કરી હવે આપણે પ્રથમ ગ્રંથકર્તા સાથે વિહરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org