________________
સંવરભાવના.
૪૧૭
૫. સાવધાન માનસિકશુદ્ધિપૂર્વક સંયમયેગાવડે તારી કાયા
(શરીર) ને સફળ કર. આ જગત અનેક પ્રકારના મતમતાંતરોની શ્રદ્ધારૂચિથી ગીચ ભરેલું છે તેમાં તું નીતિયુક્ત શુદ્ધ માર્ગ હોય તેને (તપાસ કરીને) નિશ્ચય કર. અનેક ગુણોનાં સ્થાનરૂપ પવિત્ર નિર્મળ બ્રહ્મચર્યને તું ધારણ કર અને અત્યંત પવિત્ર રત્નના નિધાનરૂપ ગુરૂમહારાજના શ્રીમુખેથી બહાર પડેલ-નીકળેલ સુંદર ઉપદેશને તું ગ્રહણ કર અને આ શિવસુખ પ્રાપ્ત કરવાના સાચા ઉપાયને બરાબર સાંભળ.
૭, ( સત્તર પ્રકારના ) સંયમ અને વાલ્મય (શાસ્ત્રો ) રૂપ ફથી તારા પિતાના અધ્યવસાયને (આંતરપરિણતિને ) ખૂબ સુગંધિત કર. સુપ્રસિદ્ધ લક્ષણવાળા જ્ઞાન-ચારિત્રરૂપ ગુણે અને પયોવાળા ચેતન ( જીવસ્વરૂપ ) ને બરાબર ઓળખી લે અને આ મેક્ષસુખપ્રાપ્તિના સદુપાયને બરાબર સાંભળ.
તીર્થકર મહારાજના ચરિત્રનું વારંવાર ગાન કરી કરીને તારી જીભનો રસ લે અને મુખને પવિત્ર કર. અને તે ભાઈ! વિનયપૂર્વક તું આ શાંત-અમૃત-રસનું વારંવાર પાન કરી કરીને દીર્ઘકાળ આનંદ કર-લહેર કર. આ પ્રમાણે શિવસુખ પ્રાપ્ત કરવાનાં સાધનાને સુંદર ઉપાય છે તેને તું સાંભળ.
– H –
9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org