________________
સંભાવના.
૪૧૫
૧. શિવસુખ પ્રાપ્ત કરવાના સાધનને સુંદર ઉપાય છે તેને
તું સાંભળ. ચેતન ! મોક્ષસુખ પ્રાપ્ત કરવાના સાધનને સફળ ઉપાય છે તેને તું બરાબર શ્રવણ કર. એ જ્ઞાન વિગેરે ત્રણ રને ( જ્ઞાન-દર્શન–ચારિત્ર ) ની ઉત્કૃષ્ટ આરાધનારૂપ છે અને જરાપણ શંકા વગર ચક્કસ ફળ આપનાર છે, માટે એ સદુપાયને સાંભળ, સાંભળ.
૨. વિષના વિકારેને દૂર કર, ક્રોધને દૂર કર, માનને મૂકી
દે, માયાને છોડી દે અને લેભરૂપ શત્રુ ઉપર રમત માત્રમાં વિજય મેળવીને, કષાય રહિત થઈને સત્વર સંયમગુણને સેવ અને શિવસુખના સાધનને બરાબર શ્રવણનેચર કર.
૩. તારા મનથી ઉપશમ રસનું અનુશીલન કર. એને જમાવ.
એ ક્રોધરૂપ અગ્નિને બૂઝાવવા માટે લગભગ મેઘાડંબર જેવો છે અને તારા મનમાં વિનય (મેક્ષ નયનભાવ) આણુ આણુને પરમ ઉત્કર્ષ દશાને ધારણ કરનાર વિરાગવૈરાગ્યને બરાબર ઓળખી લે અને હે ચેતન ! આ શિવસુખના સાધન સાચા ઉપાયને બરાબર સમજીને સાંભળી લે.
૪. આર્ત અને સૈદ્ર ધ્યાનને વાળી-ગુડીને સાફ કર. કલ્પનાની
રચનાનું મોટું જાણું છે તેને બાળી નાખ, કારણ કે માનસિક દ્વારે ખુલ્લા રાખવાનો માર્ગ તત્ત્વવેત્તાઓને ન હોય. આ શિવસુખના સાચા ઉપાયને તું બરાબર સમજી સાંભળી લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org