________________
સંવભાવની.
૪૧૧
તા ૧. નિવૃત્તિ મેળવવાને જેના મનમાં ઉદ્યમ જાગે હાય
અથવા જેની ચેતના તત્પર થઈ હોય તેવા પ્રાણી જે જે ઉપાયોને ઉપયોગ કરીને અહીં આશ્રોને અટકાવ કરી શકે તેવું ચોક્કસ હોય તે સર્વની આંતરદષ્ટિએ બરાબર સમાલોચના કરીને (તે તે ઉપાયને બરાબર પ્રયોગ કરે તે વાસ્તવિક છે) તું (તેવા ઉપાયને) આદર, તેને પ્રગ કર. અથવા હે વિનય ! જે જે ઉપાવડે આ સંસારમાં આશ્રવને જરૂર રેધ કરી શકાય અથવા તેવું સંભવતું હોય તેને આંતરદૃષ્ટિથી વિચાર કરીને, ઉદ્યમી ચિત્તવાળા
થઈને તે ઉપાયને તું આદર. ૪ ૨. ઇંદ્રિયના વિષયને અને અવિરતિપણે ( ત્યાગભાવ
રહિતપણું) ને “સંયમ” થી દબાવી દે, બેટા આગ્રહ (મિથ્યા અભિનિવેશ) ને સભ્યત્વે કરીને રોધી દે, અને આર્ત અને રૈદ્ર ધ્યાનેને વારંવાર ચિત્તની
સ્થિરતાથી રૂંધી દે-દાબી દે. ૧ ૩. ક્રોધને ક્ષમા-ક્ષાંતિથી રોધી દે અભિમાનને નમ્રતા
મૃદુતાથી શોધી દેવું; માયાને અતિ નિર્મળ સરળ સ્વભાવ (આર્જવ) વડે રાધી દેવી અને પાણીના ભંડાર–સાગર જેવા ભયંકર લાભને ઘણું ઉંચી પાળવાળો જાણે બંધ જ ન હોય તેવા સંતોષવડે દાબી દે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org