________________
અશુચિભાવના.
- ૩૩૩ સ્વાભાવિક છે અને જેમ લસણ સુગંધી થતું નથી કે દુર્જન કદી સજ્જન થતા નથી તેવી એની સ્થિતિ છે.
(ા ૪.) જે વસ્તુ છ આને શેર મળતી હોય અને મીઠાઈ વેચનારની દુકાન શોભાવતી હોય તેને ઘેર લાવી ખાધા પછી તેની કિંમત શી થાય? એના શેરના કઈ છ આના તો ન જ આપે, પણ એને દૂર ફેંકાવાના પણ દામ આપવા પડે. દરેક
મ્યુનિસિપાલીટી હલાલખેર કર લે છે તે સારા પદાર્થોને ખરાબ કર્યાને બદલે જ છે અને તે તેની કિંમત છે.
આ શરીર એવું છે કે એના સંબંધમાં ગમે તેવી પવિત્ર વસ્તુ આવે તે થોડા કલાકમાં અપવિત્ર બની જાય છે. બત્રીસ શાક અને તેત્રીશ ભેજન મળે પણ તે પેટમાં ગયા પછી શું બને છે? દૂધપાક કે ઢોકળાં કે જેને જે ગમે તેવી ચીજ ખાય તેની ચાર-છ કલાક પછી શી દશા થાય છે! એ સર્વ વસ્તુઓ અદર્શનીય, અસ્પર્શનીય અને અનીચ્છનીય બને છે.
એનું કારણ એ છે કે આ શરીર અમેધ્યનિ છે. યોનિ એટલે ઉત્પત્તિ સ્થાન. અમેધ્ય એટલે અપવિત્ર. એ શરીર અપવિત્ર વસ્તુઓનું ઉત્પત્તિસ્થાન છે અને એનું આખું યંત્ર
એવી જ રીતે ગોઠવાયેલું છે કે એ ગમે તેવી પવિત્ર તેમજ સુંદર વસ્તુ હોય તેને પણ અપવિત્ર બનાવી દે. જેમ કાપડ બનાવવાનાં સાંચાકામમાંથી કાપડ બને તેમ અપવિત્ર વસ્તુ ઉત્પન્ન કરનાર સાંચાકામમાંથી અપવિત્ર વસ્તુઓ જ બનીને નીકળે. એમાં તમે દૂધ ભરે, ઘી ભરે, સાકરથી એને ગળ્યું કરે, પણ એ અમેધ્યનિ છે એટલે એ સરસ વસ્તુઓ પણ અતિ અપવિત્ર થઈ એમાંથી એવી જાતની થઈને બહાર પડશે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org