________________
૩૩૦
શ્રી શાંતસુધારસ
રડે ” કહે છે. એ ઉકરડે અભ્યાસ કરવા જેવી ચીજ છે. એમાં ટોપલા ભરીને કચરો પડ્યો જ જાય છે અને કચરો વિધવિધ વસ્તુઓને બનેલો હોય છે. કેઈ એ ઉકરડાને સાફ કરવા માગે તો તેને ધોવાથી તે સાફ થતું નથી. એને તો હજાર સાબુએ ધુવે તે પણ તે ઉકરડે તે ઉકરડે જ રહેવાને છે. એને સાફ કરતા જાઓ તો વધારે કચરો જ નીકળે. ઉકરડો જોવાથી કે એના ઉપર સુગંધી દ્રવ્ય નાખવાથી એ કદી સાફ થઈ શક્તો નથી. ઉકરડાને પવિત્ર કરવાને રસ્તે પાણીથી સાફ કરવાનું નથી કે એના ઉપર સુગંધી દ્રવ્ય નાખવાને નથી. એ જ રીતે શરીરને ગમે તેટલી વાર સાફ કરવામાં આવે કે એના ઉપર ગમે તેટલા સુગંધી દ્રવ્ય લગાડવામાં આવે, એને ચંદનથી લેપવામાં આવે કે એને બરાસ લગાડવામાં આવે, પણ કેલસાને લગાડેલ સાબુની જેમ એ સર્વ નિષ્ફળ પ્રયાસ છે. એ પ્રયાસમાં કાર્યસિદ્ધિ અશક્ય છે. એનામાં અંદર અને બહાર એટલે મળ ભરેલું છે કે એને સાફ કરવાની તજવીજ અજ્ઞાનતામૂળક છે અને એના તરફ પ્રીતિ કરનારને “મૂઢ”ની સંજ્ઞા મળે છે.
(૩.) “ લસણ” નામનું એક કંદ આવે છે. તેનામાં એટલી દુર્ગધી હોય છે કે એ ખાધા પછી કલાક સુધી એની વાસ શ્વાસ દ્વારા પણ બહાર પડે છે. એ ખાનાર જાહેરમાં– સભ્યસમાજમાં કલાક સુધી ભળી શકતો નથી. આવા લસણને કપૂર સાથે રાખવામાં આવે કે એને બરાસમાં રાખવામાં આવે કે તેના પર કસ્તૂરી લગાડવામાં આવે પણ એની વાસ જતી નથી અને એ કસ્તૂરી, કપૂર, બરાસ કે એવા બીજા કોઈ પણું સુગંધી પદાર્થની વાસ લેતું નથી. સાધારણ વસ્તુ આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org