________________
૩૧૭
અશુચિભાવના. ચા. ૨. કાણું પડેલે દારૂને ઘડે ગળતો હોય અને ચારે
તરફ ઢળતા મદિરાનાં ટીપાંઓથી અપવિત્ર થયો હોય તેને બહારના ભાગમાં સારી મજાની માટીથી મર્દન કરવામાં આવે અને ગંગાના પાણીથી અનેક વાર દેવામાં આવે પણ તે (ઘડો) જેમ પવિત્રપણું ધારણ કરતા નથી તે જ પ્રમાણે અતિ અળખામણાં હાડ, મળ, મુત્ર અને લેહીના ઢગલા જેવું આ મનુષ્યનું શરીર
પવિત્ર થતું નથી. ૪. ૨. મૂઢ પ્રાણીઓ વારંવાર ન્હાઈ ન્હાઈને આ મળથી
ભરેલા શરીરને ચોખ્ખા પાણીથી પણ સાફ કરે છે અને પછી એના ઉપર ચંદન–સુખડનાં વિલેપન કરે છે અને પછી પોતે જાણે મેલ વગરનાં થઈ ગયાં છે એમ મનમાં માની રાજી થાય છે, પણ તેઓ કદી શુદ્ધ થતાં નથી. ઉકરડાને તે કેવી રીતે શેયે જાય? એને કેમ શુદ્ધ કરી શકાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org