________________
મુખ્યત્વભાવના.
૨૬૭
= ૧. પારકાને ઘરમાં દાખલ કર્યો હોય તે તે વિનાશને
કરે છે–એવી જે લોકવાયકા છે તે મને લાગે છે કે ખોટી નથી. આ જ્ઞાનથી ભરેલા આત્મામાં કર્મનાં પરમાણુઓએ દાખલ થઈને એને ક્યા ક્યા કછો નથી આવ્યા?
૪ ૨. હે ચેતન ! મમતાને આધીન પડી જઈને બીજાઓની
વાતે-આબતેની ઉપાધિ કરી તું શા માટે નકામે ખેદ પામે છે? અને તારા પિતાનાં અનુપમ ગુણરત્નેને કદી વિચાર પણ તું કેમ કરતું નથી ?
૧ ૩. હે ચેતન ! જેને માટે તું હાલા હલાવી રહ્યો છે (પ્રય
ને કરી રહ્યો છે), જેનાથી તું ભય પામ્યા કરે છે અથવા જેની ખાતર તને ભય લાગે છે, જ્યાં તું નિરંતર આનંદ પામે છે, જેની પછવાડે અથવા જેને માટે તું શેક કરે છે, જે જે તું હૃદયપૂર્વક ઈચ્છી રહ્યો છે, જેને પ્રાપ્ત કરીને તું ખૂબ લહેરમાં આવી જાય છે અને તારા મહાનિર્મળ આત્મસ્વભાવને કચરી નાખી જે વસ્તુ ઉપર પ્રેમરાગથી રંગાઈ જઈ તું ગાંડાઘેલાં ચેડાં કાઢે છે, એ સર્વ પારકા છે-અનેરાં છે અને તે ભાગ્યવાન આત્મા! એમાંનું એક પણ તારું નથી–કાંઈ પણ તારું નથી–જરા પણ તારૂં નથી.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org