________________
સંસારભાવગ્ના.
૧૬૫
૧ જન્મ-મરણ વિગેરે ભચેથી બહી ગયેલા પ્રાણી! તું સંસા
રને મહાભયંકર સમજ. મેહરૂપ તારા ભયંકર શત્રુએ તને બરાબર ગળેથી પકડી લઈને ડગલે અને પગલે આપત્તિમાં ધકેલી દીધો છે.
૨ હે મૂઢ! સગાસંબંધી અને છોકરા-છોકરીના સંબંધરૂપ દોરાઓ વડે તું તદન નકામે અહીં બંધાયા કરે છે. તું ડગલે ને પગલે નવા નવા અનુભવોથી અને અનેક અપમાનેથી ઘેરાયેલે જ રહે છે. (એવા હે ચેતન ! તું જરા જે. વિચાર કર.) ૩ તું કઈ વખત ઉન્નતિ (ચડતી) ના અભિમાનની ઘટના કરી
બેસે છે, કઈ વખત અધમતા (ની પ્રાપ્તિના પરિણામ) થી તદન રાંક બની જાય છે અને કર્મને આધીન થઈને દરેક ભવમાં નવાં નવાં (જુદાં જુદાં) રૂપ ધારણ કરે છે.
૪ (આ ભવમાં પણ) બાળકની દશામાં હો ત્યારે તદ્દન પરવશ બનેલો હોય છે; જ્યારે જુવાનીના શેરમાં હો ત્યારે અભિમાનથી ઉન્મત્તમદેન્મત્ત બની જાય છે, જ્યારે ઘડપણ આવે છે ત્યારે દુઃખે કરીને જીતી શકાય તેવી જરાથી જર્જરિત થઈ જાય છે અને આખરે યમદેવના હાથમાં પડી તેને આધીન થઈ જાય છે.
* આ અષ્ટક ગાવામાં આનંદઘનજીના સોળમાં સ્તવનને લય “શાંતિજિન એક મુજ વિનતિ ” ચાલશે. એ લયમાં અંતરાત્મા નિરવધિ આનંદ અનુભવશે. અન્ય લય મુમુક્ષ—જિજ્ઞાસુએ શેાધી લેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org