________________
સંસાર-ભાવના.
૧૬૩ ૩ અશુચિ-અપવિત્ર પદાર્થોથી ભરેલાં માતાનાં પિટરૂપ
ગુફામાં અનેક પ્રકારના સંતાપ (પ્રાણું) સહન કરે છે, ત્યારપછી જન્મ પામે છે, ત્યારપછી મોટા મેટા અનેક ભારે કષ્ટોથી અનુકમે હેરાન–હેરાન થઈ જાય છે અને
જ્યાં ઉપર ઉપરનાં દેખાતાં સુખમાં એ આપત્તિને છેડે જેમ તેમ કરીને તે મેળવે છે ત્યાં તે મરણ (યમદેવ) ની સહચરી (દસ્ત-મિત્ર) જરા (ઘડપણ) તેના શરીરને કોળીઓ કરવા માંડે છે.
જ આ પ્રાણીને નિયતિ( ભવિતવ્યતા ) ખેંચ્યા કરે છે, મહાભારે–આકરા કર્મના તાંતણાથી એ જકડાઈ ગયેલ છે અને એની બાજુમાં યમરાજરૂપ બિલાડે ગમે ત્યારે હાજરાહજુર થઈ શકે તેમ છે–આ પ્રાણું પાંજરામાં પડેલા પક્ષીની પેઠે શરીર-પીંજરમાં જકડાઈ જઈ, હાંફળફાંફળો થઈને રવડ્યા કરે છે.
૫ આ જીવ અનંત અનંત રૂપ ધારણ કરીને અનંત
પુદગળાવર્ત (કાળ) સુધી આ મહામેટા અનાદિ ભવસમુદ્રમાં અનંત વખત ભ્રમણ કર્યા જ કરે છે.
૫ અનાજ બહુ મોટી સંખ્યા. વિગત માટે જુઓ કર્મગ્રંથ ૪ થે.
પુનરાવર્ત અનંત વર્ષે એ થાય છે. વિસ્તારથી સ્વરૂપ ઉપમિતિ ભ. પ્ર. પ્રથમ પ્રસ્તાવના પરિશિષ્ટ નં. ૩, પા. ૨૪૭ માં છે. ટૂંકમાં વિવેચન જુઓ. અનત્તાનો અનંતને અનંતે ગુણતાં અનન્તાનંત થાય છે. ૩ એના ઉપર ખાસ ભાર છે. આ વાત એક્કસ છે. એમાં અપવાદ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org