________________
સસાર ભાળ્વના.
૧૩
૧ મેાટે ભયંકર દાવાનળ સળગ્યા હૈાય તેવા, હૃદ વગરને લાલ એક બાજુએ સંતાપ કરી રહ્યો છે અને એના ઉપર વધતા જતા લાભ (નફા ) રૂપ ગમે તેટલું પાણી પડે પણ તેનાથી તે કાઇ પણ રીતે ઠારી શકાય-ખૂઝવી શકાય તેમ નથી. બીજી ખાજુએ ઇંદ્રિયાની તૃષ્ણા નિષ્ફળ ઝાંઝવાના પાણીની પેઠે હેરાન હેરાન કર્યા જ કરે છે. આવા અનેક પ્રકારના ત્રાસથી ભયંકર અનેલા સંસારરૂપ વનમાં આકુળવ્યાકુળ થયા વગર કઇ રીતે રહેવું ? ( એમાં હરીને હામ કઇ રીતે પડી શકાય? )
૨ આ પ્રાણીને મન, વચન અને શરીરનાં નવા નવા અભિલાષા થાય છે. એને વિકારા થાય છે, એને વિષયને પ્રેમ થાય છે અને એને દ્વેષ થાય છે. તેનાથી એ કર્મીરજને ખમ એકઠી કરે છે અને એ પ્રાણી આપત્તિના ઉંડા ખાડામાં પ્રત્યેક ક્ષણે ખૂમ જોરથી પડવાના સ્વભાવવાળે થયેા છે. આવા પ્રાણીને એક ચિંતા જરા આછી થાય છે ત્યાં એ પૂરી થયેલી ચિંતા કરતાં વળી વધારે માટી ચિતા ઉત્પન્ન થઇ જાય છે. એ પ્રાણીની આપત્તિના છેડે! આ સંસારમાં કોઇ પણ પ્રકારે આવતા નથી.
આવર્ત ચક્ર. દરિયામાં થાય છે તેવા. Whirlpool સાજો પડવાની ટેવ પડી છે જેને તેવાને ( છઠ્ઠી વિભક્તિ છે. પણ્ ધાતુ ઉપરથી થયેલ છે. ) પ્રતિરૂં દરેક પગલે, ડગલે ને પગલે. અવિત્ત અતિ એટલે સંતાપ તેને છેડે. વિરતિ એટલે અટકાયત, વિરામ,
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org