________________
૧૫૪
શ્રો-શાંતસુધારસ. એવી જ રીતે ચાલી આવતી જરાને કોણ અટકાવી શકે? કલપ લગાડવાથી કાંઈ ઘડપણ અટકે? અને અંતે કપાળે કરચલી અને ગાલમાં ખાડા તે પડ્યા વગર ન જ રહે. એવી રીતે ભયંકર વ્યાધિની વાત જાણીતી છે. એ અને એવા અનેક જીવનપ્રસંગોમાં કઈ ટેકે આપી શકે તેમ છે જ નહિ. કરેલ ધર્મ આડે આવે, બજાવેલી ફરજે માર્ગ સુઝાડે અને કર્તવ્યભાવના રસ્તા ઉપર રાખે. કદી કદી કરેલે ધર્મ એ જ આવી આપત્તિ વખતે શરણ આપે છે.
ધર્મ શબ્દ સંકુચિત અર્થમાં અથવા માત્ર ક્રિયાકાંડના અર્થમાં સમજવાનું નથી. સાચો ધર્મ ઓળખ જોઈએ, શોધ જોઇએ અને બહાર આણુ જોઈએ. આત્મધર્મ થવાને સર્વ ધર્મો સરજાયલા નથી હોતાં, પણ જ્યાં આત્મા એના સાચા આકારમાં સાંપડે અને એની પ્રગતિ જરૂર દેખાય ત્યાં તેટલે અંશે ધર્મ છે અને એ આત્મધર્મ અણીને વખતે શરણ આપે છે. બાકી તો પંખીને મેળે છે, સવાર થતાં સા પિતપોતાને માર્ગે જવાના છે અને સાથે હોય ત્યાં સુધી અમુક પણ અમુક દષ્ટિએ પોતાના દષ્ટિબિંદુથી કામ કરનારા છે. એ ખરે વખતે ઉભા રહેનારા હોય, તારા ખાટલામાં સુઈ તારી આપત્તિમાં ભાગ પડાવનારા હોય તો તે તું તેમની ખાતર તારે આત્મા હારી જજે, પણ નહિ તો તને જ્યાં શરણ મળે તેમ હોય તેવા તારા પોતાના આત્મધર્મમાં સ્થિર થઈ જજે. - ઘન અરૂ ધામ સહ પડયો હિ રહે નર.
ધાર કે ધરા તું તો ખાલી હાથ જાગે; દાન અરૂ પુન્ય નિજ કરથી ન કર્યો કહ્યું,
હેય કે જમાઈ કઈ દુસરે હિ ખાવેગો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org