________________
અ-૨ષ્ણભાવના.
૧૯
(૧) પિતાના અસાધારણ બળથી જેઓ છ ખંડ પૃથ્વીને
જીતીને હાલતા હતા–ભતા હતા, જેઓ સ્વર્ગ(ના આનંદ)નો ઉપભોગ કરનારા હતા, જેઓ પોતાના હાથના જેરથી થયેલા મદને સારી રીતે અવકાશ આપતા હતા, જેઓ આનંદ-લહરીના વિલાસની મજામાં–પ્રેમની છોળોમાં રમતા હતા, તેવાઓને પણ જ્યારે મહાર જમરાજા પોતાના દાંતથી દળી નાખે છે–સખ્ત રીતે એનો કુટ કરી મૂકે છે ત્યારે તેઓ કોઈના આશરા વગરના અને રાંકડા મુખવાળા થઈને શરણને માટે દશે દિશાએ
ચકળવકળ જોયા કરે છે. ( ૨) માથે ધણું–ધેરી વગરને આ મનુષ્યરૂપ કીડે, કેાઈને
ન સહન કરનાર જમરાજની વાંકી આંખોની નજર તળે જ્યાં સુધી આવતું નથી ત્યાં સુધી જ તે અભિમાનના ભ્રમમાં ચાલે છે અને ત્યાં સુધી જ તે ગુણના
ૌરવમાં હાલતો દેખાય છે. ( ૩) મરણ ( જમદેવ ) જે આ પ્રાણને પોતાના પાકા
સપાટામાં લે છે કે તે જ વખતે એ પ્રાણીને પ્રભાવ ચારે તરફથી નાશ પામી જતો જાય છે, તે સર્વ ખલાસ થઈ જાય છે, એનું વધતું જતું તેજ સર્વથા ગળી જાય છે, એના ચિત્તની સ્થિરતા અને ઉદ્યોગે પસાર થઈ જાય છે, એનું સારી રીતે પાપેલું શરીર શીર્ણવિશીર્ણ થઈ જાય છે અને તેના સગાંવહાલાંઓ એનું ધન
પોતાનાં ઘરભેગું કરવાની બાબતમાં પ્રવૃત્ત થઈ જાય છે. - રૂ થાપન્ન-વિનષ્ટ. ખલાસ થઈ ગયેલું. રિત-વધતા જતા.
-ચિત્તની સ્થિરતા. ચિત-જેનો બંધ નરમ પડેલો હોય એવું. નારાયમરાજ-મરણ. ઘરમ-જોરથી, ખૂબ. છેલ્લી પંક્તિમાં સતી સપ્તમીને પ્રયોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org